Devara: Part 1 આ તારીખે પ્રાઇમ વિડિયો કે પછી નેટફિક્સ ઉપર રિલીઝ થશે?
- આ ફિલ્મ 8 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરાશે
- કોરાટાલાના નિર્દેશકે પણ Devara 2 વિશે વાત કરી હતી
- દેવરા પાર્ટ 2 માટે 25 મિનિટનું ફૂટેજ પણ શૂટ કર્યું
Devara Part:1 OTT Release : Jr NTR, Janhvi Kapoor અને Saif Ali Khan એ તેમના ચાહકોને દિવાળી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. ફિલ્મ Devara: Part 1 હવે OTT ઉપર રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે હવે તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકો છો. જો તમે પણ થિયેટરમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે... વહેલી તકે આ ફિલ્મને OTT ઉપર રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી છે.
આ ફિલ્મ 8 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરાશે
Jr NTR, Janhvi Kapoor અને Saif Ali Kha n ની ફિલ્મ Devara ના નિર્માતાઓએ આખરે આ ફિલ્મને ઓટીટી માટેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તો મેકર્સે ચાહકોને દિવાળીની ભેટ આપી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઉપર હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સહિત અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. જો તમે થિયેટરમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોવ તો પણ તમારા માટે આ ફિલ્મને ઘરે બેસીને માણવાની સારી તક છે.
આ પણ વાંચો: Singham Again અને Bhool Bhulaiyaa 3 ની રિલીઝ માટે આ દેશમાં પ્રતિબંધ લાગ્યો
કોરાટાલાના નિર્દેશકે પણ Devara 2 વિશે વાત કરી હતી
તાજેતરમાં આ ફિલ્મ કોરાટાલાના નિર્દેશકે પણ Devara 2 વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે તેણે ફિલ્મને બે ભાગમાં બનાવવાનું નક્કી કર્યું. ત્યારે નિર્દેશક કોરાતલાએ કહ્યું કે જ્યારે મેં Jr NTR ને વાર્તા સંભળાવી ત્યારે તે 4 કલાકની લાંબી વાર્તા હતી અને જ્યારે મેં તેને લખી ત્યારે તે 7 કલાકની થઈ ગઈ હતી. પછી અમે તેને બે ભાગમાં બનાવવાનું નક્કી કર્યું હતું.
દેવરા પાર્ટ 2 માટે 25 મિનિટનું ફૂટેજ પણ શૂટ કર્યું
તેમણે વધુમાં કહ્યું કે મેં દેવરા પાર્ટ 2 માટે 25 મિનિટનું ફૂટેજ પણ શૂટ કર્યું છે અને હું બાકીની ફિલ્મને 6 થી 8 મહિનામાં પૂર્ણ કરી શકીશ. ઉલ્લેખનીય છે કે જ્યારે દેવરાનો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર રીલિઝ થયો ત્યારે લોકોએ તેને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. તો આ ફિલ્મની કેટલાક લોકો ઓટીટી ઉપર ફિલ્મ આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર પ્રસારિત કરવામાં આવશે.
પ્રાઇમ વિડિયો કે નેટફિક્સ? તે ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે તે જાણો છો?
આ પણ વાંચો: 14.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી Aishwarya ઇન્સ્ટાગ્રામ પર માત્ર 1 ને જ ફોલો કરે છે