31 માર્ચ 2022 પહેલા ગવર્નમેન્ટની આ 3 સ્કીમોમાં જમા કરાવો ફક્ત 250રૂપિયા, જાણો શું ફાયદો થશે?
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કિમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી પૈસા ન નાખ્યા હોય તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં 31 માર્ચ સુધી અમુક રકમ જરૂરથી નાખવી.
PPF, SSY અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જશે.
પેનલ્ટી લાગી શકે છે
જો તમે ન્યૂનતમ જરૂરી રકમ નથી નાખી તો તેને ફરીથી એક્ટિવ કરવા માટે તમારે દંડ ભરવો પડશે. તમારું ખાતું એક્ટિવ છે તેની ખાતરી કરવા માટે તમારે આ યોજનાઓમાં ન્યૂનતમ રોકાણ જાળવી રાખવું પડશે.
જાણો અકાઉન્ટમાં તમારે ઓછામાં ઓછી કેટલી અમાઉન્ટ જમા કરાવી પડશે?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
PPF અકાઉન્ટ ધરાવતા લોકો માટે મિનિમમ બેલેન્સ 500 રૂપિયા છે. એટલે કે તમારે તેમાં વાર્ષિક ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે, નહીં તો તમારું અકાઉન્ટ બંધ થઈ જાય છે. તેમાં પૈસા જમા કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. તેથી જો તમે આ વર્ષે મિનિમમ અમાઉન્ટ જમા ન કરાવી હોય તો, છેલ્લી તારીખ સુધી પૈસા નહીં નાખો તો તમારે દર વર્ષે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)
હવે જો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSની વાત કરીએ તો કોઈ એક નાણાકીય વર્ષમાં ટિયર-1 ખાતામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને ટિયર-2 ખાતામાં 250 રૂપિયા નાખવા જરૂરી છે. જે તમે આ જમા નહીં કરાવ્યા હોય તો તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે. તેમજ તમારે 100 રૂપિયાનો દંડ પણ આપવો પડશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો અકાઉન્ટ છે તો તમારે દર વર્ષે મિનિમમ 250 રૂપિયા જમા કરાવવા પડતા હોય છે. તેથી જો તમે અત્યાર સુધી આ પૈસા જમા ન કરાવ્યા હોય 31 માર્ચ 2022 પહેલા કરાવી દો. જો આમ ન કરાવ્યું તો તમારે 50 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.