Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi: સદર બજાર વિસ્તારમાં આવેલ એક ઘરમાં આગ આગ, બે બાળકીઓનું થયું મોત

Delhi: દિલ્હીમાં સદર બજાર વિસ્તારમાં આવેલા એક ઘમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાં આગ લાગવાને કારણે શ્વાસ રૂંધાવાથી બે બાળકીઓના મોત થયાના સમાચાર પણ મળ્યા હતા. વિગતો મળી રહીં છે કે, આગને કારણે બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો....
delhi  સદર બજાર વિસ્તારમાં આવેલ એક ઘરમાં આગ આગ  બે બાળકીઓનું થયું મોત
Advertisement

Delhi: દિલ્હીમાં સદર બજાર વિસ્તારમાં આવેલા એક ઘમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાં આગ લાગવાને કારણે શ્વાસ રૂંધાવાથી બે બાળકીઓના મોત થયાના સમાચાર પણ મળ્યા હતા. વિગતો મળી રહીં છે કે, આગને કારણે બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. ઈમારતમાંથી ધુમાડો અને આગ નીકળતા જોઈને લોકોએ Delhi સદર બજાર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાંના લોકોએ જણાવ્યું કે છોકરીઓ હાજર છે.

Advertisement

આગ પર કાબૂ મેળવવા માટે તૈનાત કરાયા હતા

આ બાબતે વિગતો આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, સદર બજાર પોલીસ વિસ્તારમાં આવેલી સદર બસ્તીમાં સ્થિત અમાનત હાઉસમાં આગ લાગી હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેમાં બે યુવતીઓ ફસાઈ હોવાની માહિતી મળી હતી. આ પછી તરત જ ફાયર બ્રિગેડના ચાર જવાનોને યુવતીઓને બચાવવા અને આગ પર કાબૂ મેળવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

Advertisement

અચાનક ઘરમાં આગ લાગી ગઈ હતી

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આગ લાગ્યા બાદ બે બાળકીઓ બાથરૂમમાં બંધ થઈ ગઈ હતી. જે રૂમમાં આગ લાગી તે એક મનોરંજન રૂમ હતો. તેમાં એસી, મિની થિયેટર અને બીજી ઘણી વસ્તુઓ હતી. આગના કારણે તે રૂમ સહિત સમગ્ર માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયરના જવાનો કંઈ જોઈ શક્યા ન હતા.

Advertisement

હોસ્પિટલમાં બન્ને બાળકીઓને મૃત જાહેર કરાઈ

આગના કારણે ઘરની અંદર ધુમાડો ફરી વળ્યો હતો. તેના કારણે અધિકારીઓને ઘરની અંદર જવા માટે માસ્ક પહેરવું પડ્યું હતું. માસ્ક પહેરીને ફાયરમેન કોઈક રીતે રૂમની બારીઓના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે બાથરૂમમાં બંધ બે યુવતીઓને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: Crime News: દહેજની આડમાં પતિએ પત્નીની કરી હત્યા, 21 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર જોઈતી હતી

આ પણ વાંચો: Indore : મજાક-મજાકમાં મોત, ગર્લફ્રેન્ડને ‘એપ્રિલ ફૂલ’ બનાવવાના ચક્કરમાં કર્યું એવું કે વિદ્યાર્થીને મળ્યું…

આ પણ વાંચો: Chhattisgarh : એનકાઉન્ટરમાં ચાર નક્સલવાદી ઠાર, LMG ઓટોમેટિક હથિયાર અને BGL લોન્ચર જપ્ત…

Tags :
Advertisement

Trending News

.

×