શું વિવાદાસ્પદ નિવેદન બાદ Ramesh Bidhuri ની ટિકિટ ખતરામાં?
- રમેશ બિધુરી વિવાદ: દિલ્હીની રાજનીતિમાં ગરમાવો
- AAP સામે રમેશ બિધુરીના નિવેદનથી BJP મુશ્કેલીમાં
- દિલ્હી વિધાનસભા ચૂંટણી: બિધુરીના ટિકિટ પર શંકા
- આતિશી વિરુદ્ધ બિધુરીના નિવેદનથી ભાજપ દબાણમાં
- BJP મહિલા ઉમેદવારની ચર્ચા: બિધુરીની ટિકિટ રદ્દ કરવાની ચર્ચા
Ramesh Bidhuri Controversial Statement : મંગળવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદથી રાજધાની દિલ્હીમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધુરી (Ramesh Bidhuri), જેમણે હવે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે કાલકાજી સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, ટિકિટ મળતાં જ તેઓ ચર્ચામાં આવી ગયા છે.
BJP દ્વારા બિધુરી પર લેવાઈ શકે છે નિર્ણય
રમેશ બિધુરી (Ramesh Bidhuri) નો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીની આતિશી વિરુદ્ધ કેટલાક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓથી ભાજપ પણ ચોંકી ગઇ અને હવે એવી ચર્ચા થઈ રહી છે કે પાર્ટી બિધુરીના વિવાદાસ્પદ નિવેદનના કારણે પાર્ટીને તકલીફને પડે તે માટે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એક મેડિયા અહેવાલમાં જણાવાયું છે કે, બિધુરીના વિવાદાસ્પદ નિવેદન બાદ પાર્ટી સંગઠનમાં લગભગ બે બેઠકો પર ચર્ચા થઈ છે, જેમાં બિધુરીને અન્ય સીટ પર મોકલવાનો કે તેમની ટિકિટને રદ્દ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. જણાવી દઇએ કે, બિધુરી, જેઓ ગુર્જર સમુદાયના મોટા નેતા છે, દક્ષિણ દિલ્હીથી બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકયા છે, તેઓ BJP માટે એક મહત્વપૂર્ણ નેતા માનવામાં આવે છે. BJPના સુત્રોના જણાવ્યા મુજબ, બિધુરીના વિવાદાસ્પદ નિવેદનો બાદ પાર્ટી બિધુરીના સ્થાને વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. જોકે, આ ચર્ચા હજુ પોતાના પ્રારંભિક તબક્કામાં છે. સમગ્ર વિવાદને જોતા હવે રમેશ બિધુરીને પણ પોતાના નિવેદન પર પસ્તાવો થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
Delhi: Reacting to his 'cheeks' remarks on Congress MP Priyanka Gandhi, BJP candidate Ramesh Bidhuri says, "I am saddened by the fact that the opposition is raising questions about something that is inherently present in their own character. Lalu Yadav ji had made a similar… pic.twitter.com/aqS7uXeagR
— IANS (@ians_india) January 5, 2025
AAP એ બનાવ્યો મુદ્દો
રમેશ બિધુરીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વિશેની તેમની ટીપ્પણીઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આતિશી વિશે બિધુરી દ્વારા કરવામાં આવેલા નિવેદનને એક મોટો મુદ્દો બનાવ્યો છે. આતિશી પ્રેસ કોન્ફરન્સમાં આ ટિપ્પણી પર રડી પડ્યા હતા, જેનું સામાજિક પ્રતિસાદ પોઝિટિવ ન હતું. AAP આ ટિપ્પણીઓ પર ખૂબ આક્રોશિત છે, અને તે કહી રહી છે કે બિધુરીએ માત્ર આતિશીનું જ નહિ પરંતુ દિલ્હીની મહિલાઓનું પણ અપમાન કર્યું છે. AAP હવે આ ટિપ્પણીઓનો ઉપયોગ કરીને BJP સામે તાકીદે પ્રચાર કરી રહી છે. AAPનું કહેવું છે કે બિધુરીના આ નિવેદનનો પ્રતિકૂળ પ્રભાવ દક્ષિણ દિલ્હી અને અન્ય મતદાતા વિસ્તારોમાં પડશે. એવામાં, BJP પર પણ દબાવ વધ્યો છે, કારણ કે તેમના વિવાદાસ્પદ નિવેદનોએ AAPને મજબૂત જવાબી કામગીરી કરવા માટે તકો આપી છે.
દિલ્હીમાં એક જ તબક્કામાં યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ' નો શંખનાદ વગાડી દીધો હતો. ભારતીય ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી તારીખની જાહેરાત કરી દીધી છે. જે મુજબ 5 ફેબ્રુઆરી રાજધાની દિલ્હીમાં મતદાન થશે. તમામ 70 બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જણાવી દઇએ કે, 10 જાન્યુઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉપરાંત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી રહેશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી હાથ ધરાશે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20 જાન્યુઆરી રહેશે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
આ પણ વાંચો: 'શું તમે વૃદ્ધ વ્યક્તિને ગાળો બોલશો?', પિતા પર બિધુડીના વિવાદાસ્પદ નિવેદન પર CM આતિશી થયા ભાવુક