12 થી 18 વર્ષની વયના લોકોને મળશે વધુ એક વેક્સિન, DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવાવેક્સને આપી મંજૂરી
દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે કે નહિ તે આશંકા વચ્ચે ભારતમાં પુખ્ત વયના લોકો પછી હવે કિશોરો અને બાળકો પર કોરોનાની રસી લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે બુધવારે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 12 થી 17 વર્ષની વયના લોકો પર આપાતકાલીન ઉપયોગ માટે નોવાવેક્સની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને નોવà
દેશમાં કોરોનાની ચોથી લહેર આવશે કે નહિ તે આશંકા વચ્ચે ભારતમાં પુખ્ત વયના લોકો પછી હવે કિશોરો અને બાળકો પર કોરોનાની રસી લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે બુધવારે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 12 થી 17 વર્ષની વયના લોકો પર આપાતકાલીન ઉપયોગ માટે નોવાવેક્સની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને નોવાવેક્સ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ વેક્સિન NVX-CoV2373 નામથી પણ ઓળખાય છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા તેને ભારતમાં બનાવી રહી છે.
આ પ્રથમ પ્રોટીન આધારિત વેક્સિનને ભારતમાં કોવોવેક્સ નામ આપવામાં આવ્યું છે. મંજૂરી બાદ નોવાવેક્સ કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટેનલી સી. એર્ક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ ખુશી વ્યક્ત કરી છે. બંનેએ કહ્યું છે કે તેમને ગર્વ છે કે આ પ્રોટીન આધારિત વેક્સિન કિશોરો માટે મંજૂર કરવામાં આવી છે.
Covovax પહેલાં, દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો અને બાળકો માટે ત્રણ વેક્સિન ઉપલબ્ધ છે. હાલમાં, દેશમાં 12 વર્ષથી વધુ વયના યુવાનો માટે બાયોલોજીકલ ઈની Corbevax, ઝાયડ્સ કેડિલાની ZyCoV-D અને ભારત બાયોટેકની Covaccineનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોવોવેક્સ પણ આ યાદીમાં જોડાઈ છે.
નોવાવેક્સે ફેબ્રુઆરી માસમાં કહ્યું હતું કે તેમની વેક્સિન 80 ટકા સુધી અસરકારક છે. ભારતમાં, આ રસીનું પરીક્ષણ 12 થી 17 વર્ષની વયના 2,247 બાળકો પર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. 'કોવોવાક્સ'ને ગયા વર્ષે ડિસેમ્બરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી મળી હતી. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ રસી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરી છે.
Advertisement