Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વુમન કોન્સ્ટેબલે રાજકોટની યુવતી સામે નોંધાવી FIR

રાજકોટથી 400 કિલોમીટર દૂર આવેલી દાહોદ જિલ્લા પોલીસ વડા (Dahod SP Office) ની ઓફિસ અને બંગલે વારંવાર પહોંચી જતી યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદ SP ઓફિસમાં દંગલ મચાવી મહિલા કોન્સ્ટેબલ પર હુમલો (Assault on Woman Constable) કરવાનો મામલો રાજ્ય પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય (Hot Topic in Police Department) બન્યો છે. દાહોદ એ ડિવિઝન પોલીસે તૃપ્તી દેવમુરારી (રહે. રાજકોટ) સામે હુમલો, ધમકી, સરકારી કર્મચારીના કામમાં રૂકાવટ કરવી અનà«
વુમન કોન્સ્ટેબલે રાજકોટની યુવતી સામે નોંધાવી fir
રાજકોટથી 400 કિલોમીટર દૂર આવેલી દાહોદ જિલ્લા પોલીસ વડા (Dahod SP Office) ની ઓફિસ અને બંગલે વારંવાર પહોંચી જતી યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદ SP ઓફિસમાં દંગલ મચાવી મહિલા કોન્સ્ટેબલ પર હુમલો (Assault on Woman Constable) કરવાનો મામલો રાજ્ય પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય (Hot Topic in Police Department) બન્યો છે. દાહોદ એ ડિવિઝન પોલીસે તૃપ્તી દેવમુરારી (રહે. રાજકોટ) સામે હુમલો, ધમકી, સરકારી કર્મચારીના કામમાં રૂકાવટ કરવી અને સરકારી મિલકતને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચાર મહિનામાં યુવતીના આંટાફેરા
દાહોદ પોલીસે જેની સામે ફરિયાદ નોંધી છે તે યુવતી તૃપ્તી દેવમુરારી (Trupti Devmurari) ઓક્ટોબર-2022થી લઈને ગઈકાલ તારીખ 23 ફેબ્રુઆરી સુધીમાં અનેક વખત SP ઓફિસ અને બંગલે આંટા મારી આવી છે. રાજકોટની તૃપ્તી દેવમુરારી દાહોદ એસપી બલરામ મીણા (SP Balram Meena) ને મળવા અનેક વખત પહોંચી ગઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તૃપ્તી દેવમુરારીએ બલરામ મીણાને મળવા માટે કલાકો સુધી રાહ જોતી અને SP કચેરીમાં ધમાલ મચાવતી હતી.
શું છે FIR
દાહોદ SP ના અંગત મદદનીશની કચેરી (Dahod SP PA Office) માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા APC વૈશાલીબેન બારીઆએ તૃપ્તી દેવમુરારી સામે ફરિયાદ નોંધાવી છે. વૈશાલીબેન ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ઓક્ટોબર મહિનામાં દશેરાની આસપાસ રાજકોટની અરજી બાબતે તૃપ્તી IPS બલરામ મીણાને મળવા આવી હતી. સાહેબને કેમ મળવા નથી દેતા તેમ કહી ગુસ્સે થયેલી તૃપ્તીએ સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી બૂમાબૂમ કરતા ઓફિસ સ્ટાફ એકઠો થઈ ગયો હતો. આ ઘટનાના દસેક દિવસ બાદ ફરી વખત તૃપ્તી SP ઓફિસ આવી હતી અને સાહેબ આવે એટલે તમને મળવા દઈશું તેવું જણાવતા તેણીએ અસભ્ય વર્તન કરી બૂમાબૂમ કરી કચેરીમાંથી બહાર નીકળી SP વિઝીટ રૂમ (SP Visit Room) અને આસપાસ આંટા ફેરા મારવા લાગી હતી.
તૃપ્તી દેવમુરારી છેલ્લાં બે-ત્રણ દિવસથી SP બંગલો અને કચેરી ખાતે આંટાફેરા મારતી હતી. ગત 22 ફેબ્રુઆરીના રોજ તૃપ્તી દાહોદ SP કચેરી રાતના આઠેક વાગે આવી પહોંચી હતી. SP બલરામ મીણાની ચેમ્બર (SP Balram Meena Chamber) માં મહિલા પોલીસ કર્મચારી શીલાબેનની હાજરીમાં તૃપ્તી મળવા ગઈ હતી. અડધો-પોણો કલાક સુધી તૃપ્તી બહાર નહીં આવતા તેણીને બહાર કાઢવા માટે ફરિયાદી વૈશાલીબેન અંદર ગયા હતા અને બંને મહિલા પોલીસ કર્મચારીએ તૃપ્તીને બહાર નીકળવા કહ્યું હતું. જો કે, તૃપ્તીએ "હજુ મારે રજૂઆત કરવાની બાકી છે. તમે લોકો વચ્ચે કેમ પડો છો ?" તેમ કહી ઝપાઝપી-ગાળાગાળી કરી હતી. જેથી તૃપ્તીને ખેંચીને મહિલા પોલીસ બહાર લઈ આવતા તેણીએ ત્યાં બૂમાબૂમ કરી હતી. ગઈકાલે 23 ફેબ્રુઆરીના રોજ ફરીથી સવારે સાડા દસેક વાગે તૃપ્તી SP બલરામ મીણાને મળવા ઓફિસ આવી પહોંચી હતી અને ફરિયાદી સાથે ઝઘડો કરી જસદણ - રાજકોટ પોલીસ (Rajkot Police) ને પૂછી લેજો તેમ કહી દાહોદ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા.
વૈશાલીબેને તૃપ્તી સામે ફરિયાદ કરવાની વાત કરતા અસભ્ય ભાષામાં વાત કરી નોકરીમાંથી કઢાવી દેવાની ધમકી આપી દિવાલ પર રહેલી ઘડીયાળ અને એક કાચની ફોટો ફ્રેમ ખેંચીને મારવા જતા ફરિયાદ ખસી જતા બંને વસ્તુઓ અનુક્ર્મે ટેબલ અને ખુરશીને ટકરાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ તૂટેલો કાચ લઈને તૃપ્તીએ ફરિયાદીના જમણા હાથના પંજાથી લઈને કોણી સુધીમાં દસેક વખત હુમલો કરતા વૈશાલીબેન લોહીલૂહાણ થઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરતા SP ઓફિસનો અન્ય સ્ટાફ (SP Office Staff) દોડી આવ્યો હતો. સ્ટાફની હાજરીમાં તૃપ્તીએ ફરી વખત ફરિયાદ પર હુમલો કરી પેટ અને છાતીના ભાગે મુક્કાઓ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

યુવતી વારંવાર કેમ આવતી ?
તૃપ્તી દેવમુરારીની દાહોદ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના રિમાન્ડ મેળવવામાં આવશે કે તેણીને જામીન પર મુક્ત કરાઈ તેવા પ્રશ્નોના જવાબ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ટાળી રહ્યાં છે અને માત્ર ધરપકડની વાતને વળગી રહ્યાં છે. તૃપ્તી દેવમુરારી 400 કિલોમીટર દૂર કઈ બાબતની રજૂઆત કરવા વારંવાર SP ઓફિસ અને બંગલો આવતી હતી તેનો FIR માં કોઈ ઉલ્લેખ નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.