Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod LCB ની ટીમે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 19 લાખ નો દારૂ ઝડપ્યો

Dahod LCB Police: દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે આ બંને રાજ્યોમાથી બુટલેગરો દારૂનો જથ્થો દાહોદ જિલ્લાની સરહદ માથી પસાર કરતાં હોય છે. દાહોદ (Dahod) જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો સતત આંતરરાજ્ય રસ્તાઓ ઉપર વોચમાં...
dahod lcb ની ટીમે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 19 લાખ નો દારૂ ઝડપ્યો

Dahod LCB Police: દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે આ બંને રાજ્યોમાથી બુટલેગરો દારૂનો જથ્થો દાહોદ જિલ્લાની સરહદ માથી પસાર કરતાં હોય છે. દાહોદ (Dahod) જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો સતત આંતરરાજ્ય રસ્તાઓ ઉપર વોચમાં રહેતી હોય છે, પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવી દારૂનો જથ્થો ગુજરાત માં ઘુસાડતા હોય છે.

Advertisement

પોલીસે લાખો રૂપિયોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

નોંધનીય છે કે, ભૂતકાળમાં પાણીના ટેન્કર, દૂધ વાહન અને એમ્બ્યુલન્સ સહિતના અલગ અલગ કીમિયાથી લઈ જવાતો દારૂ ઝડપાયો હતો. હવે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. Dahod LCB એ અત્યારે લાખો રૂપિયોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે સાથે બે આરોપીઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે.

પોલીસને શાકભાજી ભરેલા બે મીનીટેમ્પો શંકાસ્પદ લાગ્યા

દાહોદ એલસીબી (Dahod LCB )ના પીઆઈ સહિતની ટીમ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા મુખ્ય હાઇવે એવા લીમખેડા આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. મધ્યપ્રદેશથી ગુજરાતમાં જઈ રહેલાના વાહનોની વોચ રાખી તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન દેવગઢ બારિયાના અસાયડી નજીક હોટલ ઉપર શાકભાજી ભરેલા બે મીનીટેમ્પો શંકાસ્પદ લાગતાં પોલીસે તપાસ કરી હતી. જેમાં શાકભાજીના થેલા નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બંને ગાડીના ચાલકની અટકાયત કરી દેવામાં આવી છે.

Advertisement

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મુદ્દામાલની વાત કરવામાં આવે તો, ગણતરી કરતાં 19 લાખ 248 દારૂની પેટીઓ મળી આવી હતી. બંને વાહનોમાંથી દારૂ જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે મૂળ મધ્યપ્રદેશના બંને ચાલકોની ધરપકડ કરી જથ્થો ક્યાથી લાવ્યા અને ક્યાં પહોચડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે, અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Gujarat: પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી સારા સમાચાર, HTATના બદલીના નિયમો જાહેર કરાયા

આ પણ વાંચો: Gondal: માતૃત્વની વાહક બનતી 108 સેવા, વરસતા વરસાદમાં સગર્ભાએ આપ્યો જોડિયા બાળકોનો જન્મ

આ પણ વાંચો: Kutch સરહદે BSFના 2 જવાન શહીદ, પેટ્રોલિંગમાં 5 જવાનને થઈ હતી ડીહાઈડ્રેશનની અસર

Advertisement
Tags :
Advertisement

.