Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રમતગમત સ્પર્ધાઓ યોજાઈ, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને નાગરિકો જોડાયા

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા  પોલીસ અધિક્ષક  બલરામ મીણાના માર્ગદર્શનમાં એક આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં પોલીસ અને નાગરિકો વચ્ચે સૌહાર્દની લાગણી સ્થપાય તે માટે બે દિવસીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમજ  પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના નાગરિકો, પોલીસ કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યોની એથલેટિક્સ સ્પર્ધા જેવી કે ૧૦૦, à«
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રમતગમત સ્પર્ધાઓ યોજાઈ  મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને નાગરિકો જોડાયા
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા  પોલીસ અધિક્ષક  બલરામ મીણાના માર્ગદર્શનમાં એક આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં પોલીસ અને નાગરિકો વચ્ચે સૌહાર્દની લાગણી સ્થપાય તે માટે બે દિવસીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમજ  પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. 
દાહોદ જિલ્લાના નાગરિકો, પોલીસ કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યોની એથલેટિક્સ સ્પર્ધા જેવી કે ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ તેમજ ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધા માટે પરેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ તથા વોલીબોલ સ્પર્ધા માટે ભાગે આવેલા વોલીબોલ ગ્રાઉન્ડ પર સ્પર્ધા સંપન્ન થઈ હતી. 
એએસપી વિજયસિંહએ જણાવ્યું કે, નાગરિકો તેમજ પોલીસ વચ્ચે એક સામંજસ્ય સ્થપાઈ એ માટે ડીજીપી તેમજ આઇજીની પ્રેરણા તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શનમાં આ રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું છે. 
આ સ્પર્ધામાં વિજેતા થનારા સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અપાયા હતા. આ વેળાએ નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી સહિતના અધિકારીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.
Advertisement
Tags :
Advertisement

.