Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ હતા ભારતીય સિનેમાનો પાયો નાખનારા Dada Saheb Phalke?

દાદા સાહેબ ફાળકેનું નામ ભારતીય સિનેજગતમાં ખુબ સમ્માન સાથે લેવામાં આવે છે. તેમને ભારતીય સિનેમાના પિતા પણ કહેવામાં આવે છે. તેમની ફિલ્મો પ્રત્યેની દિવાનગી અને ફિલ્મો બનાવવા માટે કરેલા સાહસો અદ્વિતિય છે. આજે તેમની જન્મ જયંતિ છે ત્યારે આજે દાદા...
કોણ હતા ભારતીય સિનેમાનો પાયો નાખનારા dada saheb phalke

દાદા સાહેબ ફાળકેનું નામ ભારતીય સિનેજગતમાં ખુબ સમ્માન સાથે લેવામાં આવે છે. તેમને ભારતીય સિનેમાના પિતા પણ કહેવામાં આવે છે. તેમની ફિલ્મો પ્રત્યેની દિવાનગી અને ફિલ્મો બનાવવા માટે કરેલા સાહસો અદ્વિતિય છે. આજે તેમની જન્મ જયંતિ છે ત્યારે આજે દાદા સાહેબ ફાળકેના જીવન અને સિનેજગતમાં તેમના યોગદાન વિશે ચર્ચા કરીશું.

Advertisement

પરિચય
તેમનું સાચું નામ ધુંડિરાજ ગોવિંદ ફાળકે હતું. તેમનો જન્મ 30 એપ્રીલ 1870ના દિવસે થયો હતો. તેમના પિતા ગોવિંદ સદાશિવ ફાળકે સંસ્કૃતના વિદ્વાન અને મંદિરના પુજારી હતા. વર્ષ 1913માં તેમણે રાજા હરિશ્ચંદ્ર નામની પહેલી ફુલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી હતી. દાદા સાહેબ માત્ર દિગ્દર્શક જ નહી પણ પ્રોડ્યુસર અને સક્રિન રાઈટર પણ હતા. તેમણે 19 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મો બનાવી છે.

Advertisement

ફિલ્મો બનાવવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો?
દાદા સાહેબ ફાળકેને ફિલ્મ બનાવવાનો વિચાર ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ જોયા બાદ આવ્યો. મે 1910માં જોયેલી આ ફિલ્મે તેમના પર એટલી ઉંડી છાપ છોડી કે તેમણે ગાંઠ બાંધી લીધી કે હવે તેમને પણ ફિલ્મો બનાવી છે. જોકે આ કામ સરળ નહોતું. આના માટે તેઓ એક દિવસમાં ચાર-પાંચ કલાક ફિલ્મો જોયા કરતા હતા જેથી ફિલ્મ મેકિંગને ઝિણવટપૂર્વક શીખી શકે. મીડિયા અહેવાલો પ્રમાણે તેમની પહેલી ફિલ્મનું બજેટ રૂ. 15,000 હતુ જેના માટે તેમણે પોતાનું બધું જ દાંવ પર લગાવી દીધું હતું.

Advertisement

પહેલી ફિલ્મ
આ ફિલ્મ હતી રાજા હરિશ્ચચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર ભારતીય સિનેમાની પહેલી ફિચર ફિલ્મ છે. દાદા સાહેબ ફાળકેએ આ ફિલ્મના નિર્માણ માટે પોતાની પત્નિ સરસ્વતીના ઘરેણાં અને મિલકત સુદ્ધાં ગિરવે મુકવી પડી હતી અને કર્જ પણ લીધું હતું. તે વખતે ફિલ્મ બનાવવા માટેના જરૂરી ઉપકરણો માત્ર ઈંગ્લેન્ડમાં મળતા હતા જ્યાં જવા માટે તેમણે પોતાની બધી જ મુડી દાવ પર લગાવી હતી. પહેલી ફિલ્મ બનાવવા માટે તેમને લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો.

ફિલ્મો માટે રેડલાઈટ એરિયામાં પણ ગયા
આ ફિલ્મમાં રાજા હરિશ્ચંદ્રની પત્ની તારામતીની ભૂમિકા ભજવવા માટે સ્ત્રી અભિનેત્રીની જરૂર હતી. તે સમયે ફિલ્મોમાં કામ કરવું એ સંસ્કારી વ્યવસાય માનવામાં આવતું ન હતું. એક પણ મહિલા આ માટે સહમત ન હતી. જેથી અંતે થાકીને દાદા સાહેબ ફાળકે રેડ લાઈટ એરિયામાં ગયા હતા પણ ત્યાં પણ નિરાશા હતી. પછી તેણે તારામતીના રોલ માટે રસોઈયા અન્ના સાલુંકેની પસંદગી કરી. તે સમયે મરાઠી થિયેટરમાં માત્ર પુરુષો જ મહિલાઓની ભૂમિકા ભજવતા હતા. ફિલ્મમાં રાજા હરિશ્ચંદ્રનું પાત્ર દત્તાત્રય દામોદર દ્વારા ભજવવામાં આવ્યું હતું, તેમના પુત્ર રોહિતની ભૂમિકા દાદાસાહેબ ફાળકેના પુત્ર ભાલચંદ્ર ફાળકેએ ભજવી હતી.

પત્નિએ પડછાયાની જેમ સાથ આપ્યો
એક સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે તેમ દાદા સાહેબ ફાળકેની સફળતામાં તેમની પત્નિ સરસ્વતીનો પણ સાથ હતો. ફિલ્મના પડદાં પર તેઓ નહોતા દેખાયા પણ પડદાં પાછળ તેમણે મોટો સહયોગ આપ્યો. ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લગભગ 500 લોકોના ભોજન, કપડાં ધોવા, સુવાની વ્યવસ્થા સાથે પ્રોડક્શનનું બધુ જ કામ તેઓએ (સરસ્વતી) સંભાળતા હતા. ફિલ્મના નિર્માણમાં સરસ્વતી સિવાય એક પણ મહિલા સેટ પર નહોતી.

સાત મહિનાની સખત મહેનત બાદ ફિલ્મ તૈયાર
અંતે સાત મહિના બાદ ફિલ્મ બનીને તૈયાર થઈ અને ત્રીજી મે 1913ના દિવસે તે રિલિઝ થઈ, ફિલ્મ સફળ રહી અને તેની પછીના વર્ષે આ ફિલ્મને લંડનમાં રિલિઝ કરવામાં આવી. રાજા હરિશ્ચંદ્ર પહેલી ફિચર ફિલ્મ હોવાની સાથે-સાથે સંપૂર્ણપણે ભારતીય ફિલ્મ હતી. ફિલ્મમાં જોડાયેલા બધા જ કલાકારો ભારતીય હતા. આ સાથે જ ભારતીય ફિલ્મજગતની અનોખી સફર શરૂ થઈ ગઈ.

વર્ષ 1944માં દુનિયાને અલવિદા કહ્યું
19 વર્ષની પોતાની કારકિર્દીમાં દાદા સાહેબ ફાળકેએ કુલ 95 ફિલ્મો અને 26 લઘુ ફિલ્મો બનાવવામાં આવી. ગંગાવરતરણ તેમની અનોખી ફિલ્મ હતી. આ ફિલ્મ 1937માં આવી પણ તેને લોકોએ ખાસ પસંદ કરી નહી. દાદા સાહેબ ફાળકેની છેલ્લી ફિલ્મ સેતુબંધન હતી. દાદા સાહેબે 16 ફેબ્રુઆરી 1944ના દિવસે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

1969થી દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત
ભારતીય સિનેમમાં દાદા સાહેબ ફાળકેના ઐતિહાસિક યોગદાન માટે વર્ષ 1969 થી ભારત સરકારે તેમના સમ્માનમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત કરી આ પુરસ્કાર ભારતીય સિનેમાનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવી છે. સૌથી પહેલા દેવીકા રાણી ચૌધરીએ આ પુરસ્કાર જીત્યો હતો.

એવોર્ડ સાથે શું મળે છે?
આ પુરસ્કાર હેઠળ એક સુવર્ણ કમળ, 10 લાખ રૂપિયા, એક પ્રમાણપત્ર, રેશમની એક રિબિન અને એક શાલ આપવામાં આવે છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી, જ્યૂરીના અધ્યક્ષો, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ તથા અખિલ ભારતીય સિને કર્મચારી સંઘ સહિત સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીની જનતાને અપીલ – 45 વર્ષ પહેલા દાદીને મુશ્કેલીમાંથી બચાવ્યા હતા, હવે ભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢો

Tags :
Advertisement

.