Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે રશિયન વ્યક્તિની ધરપકડ કરી

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવેલ ડ્રગના 20 પેકેટ અંગે સાઇબર ક્રાઇમ એ તપાસ કરતા રશિયન યુવકની મનાલીથી ધરપકડ કરી છે. જે આ તમામ તમામ પેકેટ રીસીવ કરીને સ્પીડ પોસ્ટ ના માધ્યમથી ગોવા મોકલી આપતો હતો....
ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે રશિયન વ્યક્તિની ધરપકડ કરી

અહેવાલ - પ્રદિપ કચીયા

Advertisement

અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવેલ ડ્રગના 20 પેકેટ અંગે સાઇબર ક્રાઇમ એ તપાસ કરતા રશિયન યુવકની મનાલીથી ધરપકડ કરી છે. જે આ તમામ તમામ પેકેટ રીસીવ કરીને સ્પીડ પોસ્ટ ના માધ્યમથી ગોવા મોકલી આપતો હતો. જે છેલ્લા ત્રણ વર્ષથી ભારતની અંદર ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો.

Advertisement

અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન 15 દિવસ પહેલા શાહીબાગની ગિરધરનગર બ્રિજ નીચે આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો પકડ્યો હતો. જે દરમિયાન શંકાસ્પદ 35 જેટલા મોબાઈલ નંબર અને છ instagram એકાઉન્ટ મળી આવ્યા હતા. જે આ સમગ્ર ડ્રગ્સ રેકેટ તેના માધ્યમથી ચાલતું હતું. ફોરેન પોસ્ટ ઓફિસ માંથી 18 પાર્સલ અમેરિકાથી એક કેનેડાથી અને એક પાર્સલ થાઈલેન્ડ થી આવ્યું હતું. અમદાવાદ સાઇબર ક્રાઇમ એ 20 પાર્સલમાંથી રશિયન યુવક ના નામનું એક પાર્સલ અંગે તપાસ શરૂ કરી હતી.

Advertisement

અમદાવાદ સાઇબર ક્રાઇમ એ રશિયન ડ્રગ પેડલરની મનાલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જે 20 પાર્સલ અંગે તપાસ કરવામાં આવતા એક પાર્સલ સુરતમાં આ રશિયન વ્યક્તિ જેનું નામ કોલેસ નિકોવ વસિલી છે તે રિસીવ કરવાનો હતો. આ રશિયન વ્યક્તિ પાસેથી બનાવટી આધાર કાર્ડ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ત્રણ પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ રશિયન વ્યક્તિનું મૂળ કામ વિદેશ માંથી આવતું ડ્રગ ને રિસીવ કરીને સ્પીડ પોસ્ટના માધ્યમથી ગોવા ખાતે મોકલી આપવામાં આવતું હતું. જેમાં તે દેશના અલગ અલગ સીટી ની અંદર ફ્લાઈટમાં જવાનું અને ત્યાંની હોટલમાં તેના રહેવા અંગેનું એડવાન્સમાં બુકિંગ થઈ જતું હતું. આ રશિયન ડ્રગ પેડલર 15 દિવસમાં દેશના પાંચ મોટા સીટી ની અંદર ફરી ચૂક્યો હતો અને ત્યાંથી ડ્રગ ના પેકેટ પણ કરી ચૂક્યો હતો. ગોવામાં આ રશિયન વ્યક્તિએ પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો હતો. હજુ પણ દેશમાં રશિયન વ્યક્તિની મદદ કરનારા અન્ય વ્યક્તિઓ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

નોર્થ ગોવામાં રહેલા કેટલાક રશિયન લોકોના સંપર્કમાં આ વ્યક્તિ હતો કે જેને ડ્રગ સપ્લાય કરતો. અત્યાર સુધી આરોપી દેશમાં સુરત કલકત્તા મુંબઈ જયપુર કોચીન અને મનાલી ખાતે જઈ ચુક્યો છે. જેમાં ગુજરાતના સુરતમાં આરોપી બે વખત આવી ચૂક્યો છે. વર્ષ 2020માં આ રશિયન આરોપી ભારત આવ્યો હતો અને જુલાઈ 2020માં તેના વિઝા પૂર્ણ થઈ ચૂક્યા હતા. 20 પાર્સલ આવ્યા હતા તેમાં માત્ર 1 પાર્સલ ની તપાસમાં આ માહિતી સામે આવી છે. હજુ પણ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં દેશનાં ડ્રગ ડીલરો અથવા તો ડ્રગ ખરીદી કરનારાઓની ધરપકડ થઇ શકે છે.

અગાઉ આ આરોપીની ધરપકડ મુંબઈમાં થઈ ચૂકી છે અને તે સમયે અનઅધિકૃત જગ્યા પર ફોટોગ્રાફ પડવા બદલ ધરપકડ થઈ હતી. એ કેસમાં તેના મોબાઈલ માંથી હવે આગામી તપાસ થશે કોને મળ્યો અને ક્યારે મળ્યો સાથે બીજા કોઈ લોકોને મળવાનો હતોકે નઈ તે દિશામાં તપાસ ચાલશે. આ સાથે તેના મોબાઈલ માંથી સ્પીડ પોસ્ટની ટિકિટ મળી આવી છે તે દિશામાં પણ તપાસ ચાલશે.

આ પણ વાંચો - IND vs PAK : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રાઈમ બ્રાન્ચ રાખશે બાજ નજર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.