Khel Mahakumbh 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ રમતગમ મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર. અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ. ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે આજે અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા ખાસ...
Advertisement
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ
- રમતગમ મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર.
- અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ.
- ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે
આજે અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ કરાયું હતું. આ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ અને કોચીસ હાજર રહ્યા હતા. ખેલ મહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે તમારે હવે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે. ગુજરાત સરકાર તમારી સાથે છે. તેમણે હળવા મિજાજમાં કહ્યું કે સ્પોર્ટસ હોય અને યુવા મંત્રી હોય પછી તમારે જોઇશે શું બીજું...કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે યુવા ધન સ્પોર્ટસના રવાડે ચઢે...ડ્રગ્સના રવાડે નહીં. અમારા દરવાજા ખુલ્લા છે. તમે ખાલી મહેનત કરો.
તમારી મુશ્કેલી આપણા મંત્રી દુર કરી દેશે
અમદાવાદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ થયું હતું જેમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને અને તેમની ક્ષમતાને બિરદાવી હતી. ખેલાડીઓના પરિવારના સભ્યોએ આપેલા ભોગની પણ તેમણે સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર પાસેથી તમારે જે જોઇતું હોય તે અને જે રમતમાં આગળ વધવું હોય તેમાં આગળ વધો, તમારી મુશ્કેલી આપણા મંત્રી દુર કરી દેશે.
ખેલ મહાકુંભ થકી ગુજરાત આગળ વધ્યું
રમત ગમતમાં પરિવારમાંથી એક સભ્ય મોટો ફાળો આપતા હોય છે. આજે પીએમએ વારાણસીમાં 30 હજાર લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડીયમનું ખાતમુહૂર્ત કર્યું છે. રમત ગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાર લાવી ખેલે તે ખીલે તે સુત્ર માંથી દસકા પહેલા ખેલમહાકુંભ વટવૃક્ષ બની ગયો છે. આજે ખેલ મહાકુંભ થકી ગુજરાત આગળ વધ્યું છે. આજે જે ક્ષેત્ર બાકી હતું તે માઇક્રો ચીપ બનાવાની ફેક્ટરીનું ખાત મુહુર્ત કર્યું છે. નરેન્દ્રભાઇ અમેરિકા ગયા તેના 3 મહિનામાં કંપનીએ આજે ખાતમુહૂર્ત કર્યું છે. ગુજરાત સારી રીતે આગળ વધી રહ્યું છે. હું અને મારી ટીમ તૈયાર હોઇએ છે.
ગુજરાતમાં તમારે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે
તેમણે કહ્યું કે ગયા વખતે 55 લાખ રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે વધારે રજીસ્ટ્રેશન થશે. 36મી નેશનલ ગેમ્સ 7 વર્ષથી રમાઇ ન હતી પણ ગુજરાતે આ ગેમ રમાડી હતી. અમે 3 મહિનામાં આયોજન કર્યું હતું. ગુજરાતમાં તમારે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે. આઝાદીના અમૃતકાળમાં ખેલકૂદ રમત ગમત ક્ષેત્રમાં કૌશલ્ય ઝળકાવાનો અમૃતકાળ બનશે.
શક્તિ દૂત યોજનામાં ફેરફાર લાવી રહ્યા છીએ
આ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર ખેલાડીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહી છે. એશિયન ગેમમાં ભાગ લેનારા ખેલાડીઓને 5 લાખ રુપિયાની રકમ આપવાનો નિર્ણય મુખ્યમંત્રીએ લીધો છે. સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે કોઇ તફાવત અમે રાખ્યો નથી અને દિવ્યાંગોની રમતમાં પણ હવે સામાન્ય ખેલાડીઓની જેમ જ સુવિધા અપાશે. રાજ્યના યુવાનો સ્પોર્ટ્સમાં આગળ વધે તે માટે શક્તિ દૂત યોજનામાં ફેરફાર લાવી રહ્યા છીએ.
ભવિષ્યમાં પણ અમારા દરવાજા ખુલ્લા છે, તમે ખાલી મહેનત કરો
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે ખેલાડી ઇન્ટરનેશનલ સુધી રમી શકે તે માટેના બદલાવ પર કામ કરી રહ્યા છીએ. 4900 ખેલાડીઓને 1 લાખ 63 હજારનો ખર્ચો કે જેમાં ભણવાનું રમવાનું અને ટ્રેનીંગમાં ખર્ચવામાં સરકાર દ્વારા ઉઠાવાય છે. આ ખેલાડી રાજ્યનું નામ રોશન કરશે. ઇન સ્કુલ ગેમ્સમાં 1 લાખ 21 હજાર બાળકના પાલક તરીકે તમામ વ્યવસ્થા કરવા મોટા પાયે રકમ ખરચવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 1 લાખ 40 હજાર રુપીયા ખેલાડીઓને મદદ કરવામાં આવશે. ભવિષ્યમાં પણ અમારા દરવાજા ખુલ્લા છે. તમે ખાલી મહેનત કરો.
યુવાધન સ્પોર્ટસના રવાડે ચડે
તેમણે કહ્યું કે આજથી માત્ર રજીસ્ટ્રેશન ચાલું નથી થતું પણ રમતમાં મોટા બદલાવ કરાઇ રહ્યા છે. આવનારો સમય સ્પોર્ટસનો સમય છે. યુવાધન સ્પોર્ટસના રવાડે ચડે પણ ડ્રગના રવાડે ના ચઢે. સિનીયર સિટીઝનો અને નાના બાળકોને પણ ખેલમહાકુંભમાં ભાગ લેવા પ્રેરણા આપશો. રમતના તમામ ક્ષેત્રમાં ગુજરાતે નામ કમાવ્યું છે. ખેલમહાકુંભ 2.0 માં છ મહિનાથી વધારે ગેમ્સ ચાલશે.