Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajpipla: ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ, ખેડૂતો પોલીસને કરી જાણ

Rajpipla: ક્રાઈમની ઘટનાઓ ક્યારેય છુપી રહી શકતી નથી. આરોપી કોઈને કોઈ સબૂત તો છોડી દેતો હોય છે. પરંતુ રાજપીપળા (Rajpipla)માં એક અનેક ઘટના સામે આવી છે. અહીં તો એક કે બે નહીં પરંતુ અનેક ડોક્યુમેન્ટ કોઈ મૂકીને જતું રહ્યું છે....
rajpipla  ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ  ખેડૂતો પોલીસને કરી જાણ

Rajpipla: ક્રાઈમની ઘટનાઓ ક્યારેય છુપી રહી શકતી નથી. આરોપી કોઈને કોઈ સબૂત તો છોડી દેતો હોય છે. પરંતુ રાજપીપળા (Rajpipla)માં એક અનેક ઘટના સામે આવી છે. અહીં તો એક કે બે નહીં પરંતુ અનેક ડોક્યુમેન્ટ કોઈ મૂકીને જતું રહ્યું છે. રાજપીપળા જકાતનાકા પાસે ખેતરના શેડે જંગલઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં પાકીટ તેમજ અલગ અલગ લોકોના આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડ સહિત પાસપોર્ટ સાઈઝના ફોટાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતર માલિકને જાણ થતા જ પોલીસને જાણ કરી દેવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો

રાજપીપળા જકાતનાકાથી થોડે આગળ કેનલ પાસે ખેતરના શેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી કામ કરવા ગયેલ ખેતરના માલિકની નજર પડતા જંગલ ઝાડીમાં અલગ અલગ વ્યક્તિના આધારકાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તરતજ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાને કબ્જે લીધા હતા.

આખરે આટલા પાકીટ ક્યાથી આવ્યા?

પ્રાથમિક માહિતી પ્રમાણે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નહીં હોય અને ખેતરના શેડે અવાવરું જગ્યા જોઈ ફેંકી દીધો હશે તેવુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું, પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સમાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલાં પોલીસે તમામ સામાનને કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

પોલીસે ધમધમાટ શરૂ કરી દીધો

અત્રે ઉલ્લેખનીય છે કે. રાજપીપળા માં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવારે ચોરીની ઘટના બનતી હોય છે, પોલીસ પણ સતર્ક છે, રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે, જરૂરી પોલીસ પોઇન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે. આજે મળી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે જે જોતા લાગી રહ્યું છે કે ચોરો એ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કરી અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિન જરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે, પરંતુ હકીકત શું છે? એતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

આ પણ વાંચો: AMC Pre-Monsoon : અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી, National Highway 8 પર ભરાયા પાણી

આ પણ વાંચો: Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી

Advertisement
Tags :
Advertisement

.