ઓસ્ટ્રેલિયામાં હાર બાદ ભારતીય ટીમને વધુ એક મોટો ઝડકો
- ભારતીય ઓલરાઉન્ડર ઋષિ ધવને નિવૃત્તિ જાહેર કરી
- ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ જાહેરાત કરી
- ભારતીય ટીમમાં ODI અને T20માં તક મળી હતી
Rishi Dhawan: ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઋષિ ધવને (Rishi Dhawan)સફેદ ફોર્મેટ ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. 34 વર્ષીય ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. વિજય હજારે ટ્રોફી (VHT) ગ્રૂપ સ્ટેજમાંથી હિમાચલ પ્રદેશની બહાર થયા પછી તરત જ તેની જાહેરાત થઈ. ધવને પોતાના નિવેદનમાં લખ્યું છે કે, 'ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરવા હું ભારે દિલથી ઈચ્છું છું. જોકે મને કોઈ અફસોસ નથી. આ રમતે મને અપાર ખુશીઓ અને અસંખ્ય યાદો આપી છે જે હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે.
આ રમત હંમેશા મારા હૃદયની નજીક રહેશે
ઋષિ ધવને તેની નિવૃત્તિ વિશે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે કે આ નિર્ણય લેતી વખતે હું ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું પરંતુ હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. જો કે, મને તેનો અફસોસ નથી કારણ કે આ રમતે મને છેલ્લા 20 વર્ષોમાં ઘણું બધું આપ્યું છે, જેમાં ઘણો આનંદ અને અસંખ્ય મહાન યાદો છે, અને આ રમત હંમેશા મારા હૃદયની નજીક રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે હું આભારી છું. મોટા મંચ પર મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે બહુ મોટું સન્માન છે.
Rishi Dhawan Retires from Indian Domestic Cricket pic.twitter.com/5oCrXxhRO1
— Junaid Khan (@JunaidKhanation) January 5, 2025
ઋષિ ધવનની કારકિર્દી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ઋષિ ધવનને ભારતીય ટીમ તરફથી ODI અને T20માં રમવાની તક મળી, જેમાં તેણે ત્રણ ODI મેચ અને એક T20 મેચમાં એક-એક વિકેટ લીધી. જો આઈપીએલમાં તેના રેકોર્ડની વાત કરીએ તો 39 મેચમાં રમતા ઋષિ ધવને 35.64ની એવરેજથી કુલ 25 વિકેટ ઝડપી હતી, આ સિવાય તે બેટથી 210 રન પણ બનાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં ઋષિ ધવને કુલ 134 મેચ રમી અને 29.74ની એવરેજથી 186 વિકેટ લીધી અને 2906 રન પણ બનાવ્યા.