Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરળમાં RSS ની સંકલન બેઠકનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની કરાઇ ચર્ચા ...

કેરળમાં RSSની સંકલન બેઠકનો આજે બીજો દિવસ સંસ્થાની શતાબ્દી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરાશે સામાજિક સુધારણા, રાષ્ટ્ર નિર્માણ માટેની પહેલો પર ચર્ચા કરાશે કેરળના પલ્લકડમાં RSS ની ત્રણ દિવસીય સમન્વય મિટિંગનો આજે બીજો દિવસ છે. મિટિંગના પહેલા દિવસે કુલ...
કેરળમાં rss ની સંકલન બેઠકનો આજે બીજો દિવસ  પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની કરાઇ ચર્ચા
  1. કેરળમાં RSSની સંકલન બેઠકનો આજે બીજો દિવસ
  2. સંસ્થાની શતાબ્દી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરાશે
  3. સામાજિક સુધારણા, રાષ્ટ્ર નિર્માણ માટેની પહેલો પર ચર્ચા કરાશે

કેરળના પલ્લકડમાં RSS ની ત્રણ દિવસીય સમન્વય મિટિંગનો આજે બીજો દિવસ છે. મિટિંગના પહેલા દિવસે કુલ ચાર સત્રોમાં ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

  • વાયનાડની દુર્ઘટનાની સેવા : સૌપ્રથમ, સંઘ દ્વારા કેરળના વાયનાડમાં થયેલી દુર્ઘટનામાં સેવકોએ કરેલી સેવા અને રાહત કાર્ય પર વિગતવાર અહેવાલ રજૂ કર્યો.
  • સંઘના સંગઠનાત્મક મુદ્દાઓ : બીજા સત્રમાં સંઘ અને તેના અનુસંગિક સંગઠનોના સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
  • રાષ્ટ્રીય મહત્વના વિષયો : ત્રીજા સત્રમાં રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર, જેમ કે પશ્ચિમ બંગાળમાં ચુંટણી પછી હિન્દુઓ પરના હુમલા અને મહિલા ડૉક્ટર સાથે થયેલી હિંસક ઘટનાઓ પર ચર્ચા કરવામાં આવી.
  • પંજાબ અને નક્સલીઓની હિંસા : ચોથા સત્રમાં પંજાબ પર વિશેષ ચર્ચા અને નક્સલીઓની હિંસામાં આવી રહેલા ઘટાડા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નક્સલ વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ કાર્ય પર ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો : LPG Price Hike : આજથી દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો નવી કિંમત...

Advertisement

સંગઠનાત્મક સમન્વય અને આગામી કાર્યક્રમો...

મિટિંગમાં અલગ અલગ સંગઠનોના સમૂહ બનાવી ખાસ સંગઠનાત્મક સમન્વયના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. BJP અધ્યક્ષ JP નડ્ડા સમગ્ર સત્ર દરમિયાન હાજર રહ્યા અને સક્રિય ભાગ લીધો. આ મિટિંગમાં બાંગ્લાદેશના મુદ્દે કઈ ચર્ચા કરવામાં આવી નહોતી. આ મિટિંગમાં અનુસંગિક સંગઠનો દ્વારા કોઈવાર વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં નથી આવતા, પરંતુ આવનારા કાર્યક્રમો અને યોજનાઓના મુદ્દાઓ પર ચર્ચા થાય છે જેથી સંઘના વિવિધ સંગઠનો વચ્ચે વધુ સારી રીતે સમન્વય બેસી શકે.

આ પણ વાંચો : World Leaders Forum : 'ભારત લખી રહ્યું છે અનોખી Success Story', જાણો PM મોદીએ શું કહ્યું...

Advertisement

2025 ના શતાબ્દી વર્ષ માટે મંત્રણા...

RSS ની આ ત્રણ દિવસીય મિટિંગ કાલ સુધી ચાલશે. આ મિટિંગ સંઘની કાર્યકારિણી બેઠક નથી, પરંતુ સંઘ સાથે જોડાયેલા સંગઠનોની બેઠક છે. આ બેઠકમાં 2025 માં સંઘના શતાબ્દી વર્ષ પૂરા થવાના પ્રસંગે ચર્ચા કરવામાં આવશે. મિટિંગમાં સામાજિક સુધારણા અને રાષ્ટ્ર નિર્માણના મુખ્ય પાંચ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે.

આ પણ વાંચો : Cyclone Asna : 2 સપ્ટેમ્બર સુધી દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ, ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ...

Tags :
Advertisement

.