Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરએસએસ એક રાષ્ટ્રીય સંગઠન છે. “રાષ્ટ્રીયતા” એ એની વિચારધારાની ધરી છે

અમદાવાદમાં તાજેતરમાં આરએસએસની રાષ્ટ્રીય કક્ષાની એેક બેઠક યોજાઇ હતી. આ બેઠકોના દિવસ દરમિયાન આરએસએસના ગઇકાલ, આજ અને આવતીકાલ વિષે વિષદ ચર્ચાઓ થઇ હશે તેમ માની શકાય.  આરએસએસ આઝાદી પૂર્વેથી કાર્યરત એક રાષ્ટ્રીય સંગઠન છે. “રાષ્ટ્રીયતા”એ તેમની વિચારધારાની ધરી છે. ભારતવર્ષની સંસ્કૃતિ અને મૂળ ઓળખની રક્ષા કરવી તથા તે મૂળ ઓળખની છબીને વધારે વ્યાપક અર્થમાં ઉજાગર કરવી એવા ઉમદા ઉદ્દેશ્યોનà
આરએસએસ એક રાષ્ટ્રીય સંગઠન છે   ldquo રાષ્ટ્રીયતા rdquo  એ એની વિચારધારાની ધરી છે
અમદાવાદમાં તાજેતરમાં આરએસએસની રાષ્ટ્રીય કક્ષાની એેક બેઠક યોજાઇ હતી. આ બેઠકોના દિવસ દરમિયાન આરએસએસના ગઇકાલ, આજ અને આવતીકાલ વિષે વિષદ ચર્ચાઓ થઇ હશે તેમ માની શકાય.  
આરએસએસ આઝાદી પૂર્વેથી કાર્યરત એક રાષ્ટ્રીય સંગઠન છે. “રાષ્ટ્રીયતા”એ તેમની વિચારધારાની ધરી છે. ભારતવર્ષની સંસ્કૃતિ અને મૂળ ઓળખની રક્ષા કરવી તથા તે મૂળ ઓળખની છબીને વધારે વ્યાપક અર્થમાં ઉજાગર કરવી એવા ઉમદા ઉદ્દેશ્યોને વરેલા આ સંગઠન વિષે કદાચ સૌથી વધારે ગેરસમજ પણ કરવામાં આવી છે. અને એને કારણે એને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો છે. અલબત્ત આપણે માટે એ ચર્ચાનો વિષય નથી. 
આજે વાત કરવી છે આ બેઠક દરમિયાન આરએસએસ દ્રારા યોજવામાં આવેલા પ્રદર્શનો. આ પ્રદર્શનનો વિષય હતો, “ગુજરાતના વ્યક્તિ વિશેષો.” આરએસએસને માથે કોમી સંગઠન હોવાનો આક્ષેપ લગાવનારાઓને સાચો અને સણસણતો જવાબ આપતા આ સંગઠનમાં ગુજરાતમાં વ્યક્તિ વિશેષોની યાદીમાં મૂળ ગુજરાતી અને ભાગલા પછી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેવાયેલા મહંમદ અલી ઝીણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇતિહાસને વફાદાર રહેવાની આરએસએસની આ તટસ્થતા સમજવા અને બિરદાવવા જેવી છે. 
ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં અખંડ ભારતના સમય, સ્થિતિ અને વક્તિવિશેષોનો અનાદર થઇ શકે નહીં તે ઇતિહાસ ન્યાય અમલમાં મુકીને આરએસએસ દ્વારા ભારતીય સંવાદિતા - હાર્મની ઓફ ઇન્ડિયાને અંજલી અપાઇ છે તેની નોંધ લેવી ઘટે. 
કેટલાક લોકોને નહોતી ગમી એવી તત્કાલીન ભારત સરકારના નાયબ મંત્રી લાલકૃષ્ણ અડવાણી જ્યારે  પાકિસ્તાનના  પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે મહંમદ અલી ઝીણાની મજારની મુલાકાત પણ લીધી હતી. અડવાણી આરએસએસમાંથી જ ઘડાયેલું વ્યક્તિત્વ હોવાથી તેમની એ વખતની મુલાકાતને પણ અખંડ ભારતના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સંવાદિતાની નજરથી જોવામાં આવે તો એના અર્થઘટનને કદાચ નવો અર્થ મળે.
Advertisement
Tags :
Advertisement

.