જો તમારે નોકરી જોઇએ તો કરો મારો સંપર્ક, જાણો કયા નેતાએ આવું કહ્યું
દેશમાં અત્યારે સૌથી મોટો જીવંત મુદ્દો હોય તો તે Paper Leak નો છે. થોડા દિવસો પહેલા NEET માં થયેલી કથિત ધાંધલી પર વિદ્યાર્થીઓ (Students) રસ્તે ઉતરી આવ્યા હતા. આ મુદ્દો વિદ્યાર્થીઓ (Students) ના ભવિષ્ય સાથે સંકળાયેલો છે. જેને આપણા દેશના એક નેતાએ મજાક બનાવી દીધું છે. મળી રહેલી માહિતી અનુસાર, પેપર લીક (Paper Leak) મામલામાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (Suheldev Bharatiya Samaj Party) ના ધારાસભ્ય બેદીરામનું નામ જોડાયું છે. તેટલું જ નહીં તેમની પાર્ટીના અધ્યક્ષ અને યુપી સરકારના મંત્રી ઓપી રાજભર (Om Prakash Rajbhar) નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો.
કોઇ વિભાગમાં નોકરીની જરૂર હોય તો... : ઓપી રાજભર
આજે દેશભરમાં NEET પેપર લીકને લઈને હોબાળો મચી ગયો છે. આ દરમિયાન ઓપી રાજભર (Om Prakash Rajbhar) ના ધારાસભ્ય બેદીરામનો NEET પરીક્ષામાં પાસ થવા અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે NEET પરીક્ષા પાસ કરવાની વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમની પાર્ટીના અધ્યક્ષ અને યુપી સરકારના મંત્રી ઓપી રાજભરનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ કોઈ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, જો તમને કોઈ વિભાગમાં નોકરીની જરૂર હોય તો...જો તમારા ભાઈને, તમારા પરિવારના કોઈ સભ્યને, તમારી પત્નીને, તમારી બહેનને કોઈ વિભાગમાં નોકરીની જરૂર હોય તો... અમે તમને અપાવી દઇશું. તેમણે આગળ કહ્યું કે, ફોર્મ ભર્યા પછી કોલ લેટર અથવા એડમિટ કાર્ડ આવે તો તેને મોકલો અથવા કહી દો, તમને નોકરી અપાવી દઇશું. આ પછી તેમણે આગળ કહ્યું કે, જે સ્ટેજ પર બેઠેલા છે તે વ્યક્તિ કોઈનાથી ઓછા નથી, તેમણે ઘણા લોકોને સેટ કર્યા છે.
બેદીરામજી તમને નોકરી આપવા તૈયાર છે : ઓપી રાજભર
આટલું કહીને પણ રાજભર (Om Prakash Rajbhar) શાંત ન રહ્યા અને આગળ કહ્યું કે, તમારે તમારા બાળકોને શિક્ષણ શરૂ કરવું જોઈએ અને જે લોકો નોકરી આપે છે અને અપાવે છે તે બધા અહીં બેઠા છે. બેદીરામજી તમને નોકરી આપવા તૈયાર છે, તમે લેવા માટેની તૈયારી કરો. હું તમને સાચું કહું છું. કોઈ એસપી નથી, કોઈ ઈન્સ્પેક્ટર નથી, કોઈ કોન્સ્ટેબલ નથી કે જેને તેમણે નોકરી ન આપાવી હોય. જ્યારે પણ તેઓ પીળી ટોપીવાળા વ્યક્તિને જુએ છે, ત્યારે બધા સલામ કરે છે. રાજભર જી સાથે જે પણ થયું તે બધા જાણે છે.
ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટી નથી કરી રહ્યું.
આ પણ વાંચો - PAPER LEAK :શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય, હવે CBI કરશે તપાસ
આ પણ વાંચો - PAPER LEAK: વિવાદ વચ્ચે NTA માં મોટો ફેરફાર, સુબોધ કુમારને હટાવી આ શખ્સને સોંપાઈ નવા DG ની જવાબદારી