Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતા Alka Lamba એ અદાણી પર કર્યા આક્ષેપો, તપાસ અને ઇન્વેસ્ટરના સંબંધો પર શંકા?

કરોડો રૂપિયાના રોકાણ મુદ્દે તપાસની માંગ ઇન્વેસ્ટર હોવાનું સુપ્રીમ કોર્ટને કહેવુ જોઈતું હતું: કોંગ્રેસ ચેરમેન બનતા તેને ફંડ પતિના નામે ટ્રાન્સફર કર્યું: કોંગ્રેસ Congress leader Alka Lamba: કોંગ્રેસના નેતા અલ્કા લાંબાએ અદાણી ગ્રુપ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,...
કોંગ્રેસ નેતા alka lamba એ અદાણી પર કર્યા આક્ષેપો  તપાસ અને ઇન્વેસ્ટરના સંબંધો પર શંકા
  1. કરોડો રૂપિયાના રોકાણ મુદ્દે તપાસની માંગ
  2. ઇન્વેસ્ટર હોવાનું સુપ્રીમ કોર્ટને કહેવુ જોઈતું હતું: કોંગ્રેસ
  3. ચેરમેન બનતા તેને ફંડ પતિના નામે ટ્રાન્સફર કર્યું: કોંગ્રેસ

Congress leader Alka Lamba: કોંગ્રેસના નેતા અલ્કા લાંબાએ અદાણી ગ્રુપ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, અદાણી પર કરોડો રૂપિયાના રોકાણ મામલે તપાસ થવી જોઈએ. આ મામલામાં સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) 18 મહિનાથી તપાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ (Congress)ના દાવા મુજબ, સેબીને આ કેસમાં કશું હાંસલ થયું નથી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, સામે આવી ચોંકાવનારી હકીકત

સેબીની ચેરમેન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો

કોંગ્રેસે સેબીની ચેરમેન વિરુદ્ધ પણ આક્ષેપો મૂક્યા છે. કોંગ્રેસ (Congress)ના મંતવ્ય પ્રમાણે વાત કરવામાં આવે તો સેબીની ચેરમેન, જેમણે અદાણીની કંપનીમાં રોકાણ કર્યું હતું. આ બાબત સુપ્રીમ કોર્ટમાં જણાવી નહોતી. કોંગ્રેસના આક્ષેપ મુજબ, ચેરમેન બન્યા બાદ તેમણે આ ફંડ પોતાના પતિના નામે ટ્રાન્સફર કરી દીધું. જે મામલે કોંગ્રેસ તપાસ કરવા માટે દબાણ કરી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar: મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારી આક્ષેપ, જાણો સમગ્ર મામલો

EDની તપાસની માંગ અને શેર ખરીદીના આક્ષેપો

કોંગ્રેસે વધુ એક મોટો આરોપ મૂકતા ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને અદાણીની કંપનીઓમાં પણ રેડ કરવાની માંગણી કરી છે. EDની રેડ બાદ, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અદાણીએ અંબુજા સિમેન્ટના શેર પણ ખરીદી લીધા. આ સાથે, કોંગ્રેસે દાવો કર્યો છે કે અદાણીએ એક ખાનગી ચેનલના શેર પણ ખરીદી લીધા છે, જેના પર પણ તપાસ થવી જરૂરી છે. કોંગ્રેસના આક્ષેપો પરથી, ED અને અન્ય તપાસ એજન્સીઓને આ મામલામાં ગંભીરતાથી પગલાં લેવા અને સત્યને સામે લાવવાની વિનંતી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત

Tags :
Advertisement

.