Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Alliance: કોંગ્રેસ-આપનું ગઠબંધન! આ પાંચ રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી

Alliance: આજે દિલ્હીમાં આપ અને કોંગ્રેસની સુંયક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સવારે 11:30 કલાકે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી પહેલા સિયાસી ખેલ જોવા મળ્યો છે. પાંચ રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે....
alliance  કોંગ્રેસ આપનું ગઠબંધન  આ પાંચ રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી

Alliance: આજે દિલ્હીમાં આપ અને કોંગ્રેસની સુંયક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સવારે 11:30 કલાકે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી પહેલા સિયાસી ખેલ જોવા મળ્યો છે. પાંચ રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે. બન્ને પાર્ટીઓએ પાંચ રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજે ભાગ લીધો હતો. કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાવરિયા અને અરવિંદર લવલી હતા.

Advertisement

પાંચ રાજ્યોમાં આપ કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડશે

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી, ગુજરાત, ગોવા, ચંડીગઢ અને હરિયાણામાં એક સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરે છે. તેને લઈને બન્ને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે અને હવે ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં પ્રસ્તાવિત છે. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે લાંબી ચર્ચા થઈ હતી, કોંગ્રેસ અને AAP વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. AAP દિલ્હીમાં 4 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આમાં AAP નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ દિલ્હીમાં 3 બેઠકો પર ચૂંટણી લડશે.

Advertisement

કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોને લઈને યોગ્ય વિચારણા થઈઃ મુકુલ વાસનિક

કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકને કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે ખુબ જ લાંબી ચર્ચા તરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોને લઈને યોગ્ય વિચારણા કરવામાં આવી છે. દિલ્હી લોકસભાની 4 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. જ્યારે વેસ્ટ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી સહિતની બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, ત્યાં દિલ્હીની 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો બે લોકસભા બેઠક ભરૂચ અને ભાવનગર પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે.

Advertisement

પંજાબને લઈને કોઈ સમાચાર નથી આવ્યા

આ સાથે ચંડીગઢની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસ લડવાની છે, તેની સાથે સાથે ગોવાની પણ બન્ને બેઠકો પર કોંગ્રેસ જ ચૂંટણી લડવાની છે. જો કે, પંજાબને લઈને કોઈ સમાચાર સામે આવ્યા નથી. દિલ્હીમાં (7 બેઠકો) કોંગ્રેસ 3 અને AAP 4 પર ચૂંટણી લડશે. ગુજરાતમાં (26 બેઠકો), કોંગ્રેસ 24 અને AAP 2 પર (ભરૂચ અને ભાવનગરમાં) ચૂંટણી લડશે. હરિયાણામાં (10 બેઠકો), કોંગ્રેસ 9 અને AAP 1 (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે. કોંગ્રેસ ચંદીગઢની એક સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો: Election 2024: ભરૂચ અને ભાવનગરની બેઠક આપને ફાળે, કોંગ્રેસના દિગ્ગજ નેતાના સંતાનોનું સપનું તૂટ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.