ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં 18%નો વધારો, 1,150 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થવાથી ચિંતામાં વધાારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે દેશમાં 4 લોકોના મોત થયા છે. જો કે, 954 લોકો વાયરસથી સાજા પણ થયા. ભારતમાં કોરોનાવાયરસના છેલ્લા 24 કલાકમાં 1,150 નવા કેસો જોવા મળ્યા છે. કોરોનાના નવા કેસોમાં 18 ટકાનો વધારો થયો, જે ચિંતાનો વિષય છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થવાથી ચિંતામાં વધાારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે દેશમાં 4 લોકોના મોત થયા છે. જો કે, 954 લોકો વાયરસથી સાજા પણ થયા. ભારતમાં કોરોનાવાયરસના છેલ્લા 24 કલાકમાં 1,150 નવા કેસો જોવા મળ્યા છે. કોરોનાના નવા કેસોમાં 18 ટકાનો વધારો થયો, જે ચિંતાનો વિષય છે.
કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો
દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 11,558 થઈ ગઈ છે. આ સંખ્યા અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ કેસના 0.03 ટકા જેટલી છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 954 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. જેનાથી કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,25,08,788 થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે.
ભારતમાં 186 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 186.51 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,56,533 ડોઝ આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો
દિલ્હીમાં કોરોના વાઇસરના 461 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણને કારણે બે લોકોના મૃત્યુ થયા હતા. દિલ્હીના હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજધાનીમાં સંક્રમણનો દર 5.33 ટકા જોવા મળ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 18,68,033 લોકો સંક્રમિત થયાની માહિતી મળી છે, જ્યારે કોરોના વાયરસના કારણે કુલ 26,160 લોકોના મૃત્યુ થયા છે.
જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં ખૂબ જ વધારો થયો છે. ગયા શુક્રવારે દિલ્હીમાં 366 નવા કેસ નોંધાયા હતા, સંક્રમણથી કોઈનું મૃત્યુ થયું નથી અને સંક્રમિતનો દર 3.95 ટકા નોંધાયો હતો.
Advertisement