Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરોડોની ઉચાપત કરનાર ચીટર દંપતી વિરૂદ્ધ ફરિયાદ, 12 વર્ષમાં ખોટા બીલ બનાવી કરી ઠગાઈ

પતિ-પત્નીએ મળીને આચરી રૂ.4 કરોડની છેતરપિંડીગાંધીનગરના ભાટ ખાતે આવેલી અમૂલ ડેરીમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા ઉજ્જવલ વ્યાસે પોતાની પત્ની સાથે મળીને 4 કરોડની છેતરપિંડી આચરી છે. વર્ષ 2010 થી 2022 સુધી ખોટા બિલો બનાવી છેતરપિંડી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલી અમૂલ ફેડ ડેરીમા અનિલકુમાર બયાતી જનરલ મેનેજરે તરીકે કામ કરે છે. અનિલકુમાર અલગ અલગ વિભાગની દેખરેખ રાખતા હોય છે. 10 ફેબ્રુઆરીના àª
કરોડોની ઉચાપત કરનાર ચીટર દંપતી વિરૂદ્ધ ફરિયાદ  12 વર્ષમાં ખોટા બીલ બનાવી કરી ઠગાઈ
પતિ-પત્નીએ મળીને આચરી રૂ.4 કરોડની છેતરપિંડી
ગાંધીનગરના ભાટ ખાતે આવેલી અમૂલ ડેરીમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા ઉજ્જવલ વ્યાસે પોતાની પત્ની સાથે મળીને 4 કરોડની છેતરપિંડી આચરી છે. વર્ષ 2010 થી 2022 સુધી ખોટા બિલો બનાવી છેતરપિંડી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલી અમૂલ ફેડ ડેરીમા અનિલકુમાર બયાતી જનરલ મેનેજરે તરીકે કામ કરે છે. અનિલકુમાર અલગ અલગ વિભાગની દેખરેખ રાખતા હોય છે. 10 ફેબ્રુઆરીના રોજ એકાઉન્ટ વિભાગના રમેશચંદ્ર જૈને TDS સર્ટીફિકેટ ચેક કરતા જાણવા મળ્યું કે વેન્ડર મીતી ઉજ્જવલ વ્યાસના નામે વર્ષ 2010 થી આજદિન સુધી ડેરીમાં એમ યુ કાર્ટિંગ ટ્રાન્સપોર્ટ તરીકે દર્શાવેલ છે. જેનાં બીલો ચેક કરતાં ઉજ્જવલ વ્યાસે ડેરીના અન્ય સાચા ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવેલા બીલ જેવા જ બીજા ડુપ્લીકેટ બિલ એમ યુ કાર્ટિંગના નામે બનાવ્યા હતા. આ બીલો સર્ટિફાઈડ કરવાની સત્તા ઉજ્જવલ પાસે હોવાથી તેણે પત્નીના નામે તમામ બીલો પાસ કર્યા હતા.
દંપતી વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
ઉજ્જ્વલ વ્યાસે તેની પત્ની મિતી વ્યાસને વેન્ડર બનાવી દીધી હતી. અને તેના નામે એમ યુ કાર્ટિંગ નામની કંપની ઉભી કરી હતી. જેમાં વર્ષ 2010 થી 2022 દરમિયાન ડેરીમાં એમ યુ કાર્ટિંગ ટ્રાન્સપોર્ટેશન તરીકે દર્શાવેલ અને તેમના નામે બીલો ચેક કરતા ડેરીના ટ્રાન્સપોર્ટ ટ્રીપના બીલો બનાવમાં આવેલ તે બિલોમાં વાહન નંબર ટ્રીપનું ભાડું દર્શાવેલ જેનું ડુપ્લીકેટ બિલ એમ યુ કાર્ટિંગના નામે હતું. જેના વેન્ડર તરીકે ઉજ્જવલની પત્ની મિતી વ્યાસ છે. તેમના નામના બીલો બનાવમાં આવ્યા હતા. અને તેને સર્ટિફાઈ કરવાની સત્તા ઉજજવલ પાસે હતી. ડેરીનો નિયમ છે કે ડેરીનો કોઈપણ કર્મચારી સગા સંબંધીઓ સાથે ડેરીનો વેપાર કરી શકે નહીં તેમ છતાં ઉજવલ વ્યાસે તેની પત્ની મિતિના નામે એમ યુ કાર્ટિંગ કંપની શરૂ કરી રૂ.4 કરોડની ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ડેરીના મેનેજરે  ઉજ્જવલની પુછપરછ કરતા ઇઆરપી તેમજ એસ એ પી સિસ્ટમમાં તે ઓથોરાઈઝ હોવાથી તેની પત્ની મિતિ વ્યાસના નામે ખોટી પેઠી ઉભી કરી 12 વર્ષ દરમિયાન ખોટા બીલોને સાચા તરીકે રજૂ કરી ડેરી પાસેથી ખોટી રીતે લાભ મેળવ્યો હોવાની કબૂલાત કરી છે. 
ડેરીના મેનેજરે પૈસા ચૂકવી દો નહીં તો ફરિયાદ કરીશું તેમ જણાવતા મિતિ વ્યાસે 5 લાખનો ચેક આપ્યો હતો.  ત્યારબાદ ઉજ્જ્વલે ઓફીસ આવાનું બંધ કરી દીધું અને બીજા રૂપિયા 15 તારીખે ચૂકવશે તેમ કહ્યું હતું. પરંતુ પૈસા ન ચૂકવતા અને ડેરી દ્વારા તેના ઘરે તપાસ કરતા તે ઉજ્જવળ ન મળી આવતા અડાલજ પોલીસ સ્ટેશનમાં બંને પતિપત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 
Advertisement
Tags :
Advertisement

.