સારા સમાચાર : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો
ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓ (Oil Company)એ 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર (gas cylinder)ના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો...
ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓ (Oil Company)એ 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર (gas cylinder)ના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,680 રૂપિયા થઈ ગઈ છે. જે 31 જુલાઈ સુધી 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. બીજી તરફ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ 1 માર્ચથી સ્થિર છે.
તાજેતરના વધારા પછી, મહાનગરોમાં કિંમતો
દેશની સૌથી મોટી ગેસ માર્કેટિંગ કંપની ઈન્ડેનની વેબસાઈટ પર આપવામાં આવેલી પ્રાઇસ લિસ્ટ અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પ્રતિ સિલિન્ડર હશે. એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1802.50 રૂપિયા, મુંબઈમાં 1640.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1852.50 રૂપિયા થઈ જશે.
હોટેલ ઉદ્યોગને ફાયદો
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ અથવા ખાણીપીણીની લારીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો ભોજન કરે છે. આવી સ્થિતિમાં જો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે તો તેની અસર હોટલોની થાળી પર પણ જોવા મળી શકે છે. અહીં તમે ખિસ્સા પર થોડી રાહત અનુભવી શકો છો.
ગયા વર્ષની સરખામણીએ ભાવમાં રૂ. 296નો ઘટાડો થયો છે
કિંમતોમાં ઘટાડાની વાત કરીએ તો ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગસ્ટ 2022 ની સરખામણીમાં, કિંમતો હવે 296.5 રૂપિયા ઓછી છે. 1 ઓગસ્ટ 2022ના રોજ સિલિન્ડરની કિંમત 1976.50 રૂપિયા હતી, જ્યારે આજે કિંમત ઘટીને 1680 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
ગયા મહિને ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈમાં બે વખત 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો. એલપીજીના ભાવ 1 જુલાઈના રોજ રૂ. 1856.50 થી ઘટાડીને રૂ. 1773.00 કરવામાં આવ્યા હતા, જેમાં જૂનના ભાવમાં રૂ. 83નો ઘટાડો થયો હતો. તે જ સમયે, 4 દિવસ પછી, કિંમત ફરીથી 7 રૂપિયા વધીને 1780.00 રૂપિયા થઈ ગઈ. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 મેના રોજ 1856.50 રૂપિયા હતી, જે 1 જૂને ઘટીને 1773 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
એક તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ એપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 1 માર્ચ, 2023ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાં રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયામાં મળે છે, તો કોલકાતામાં તમે તેને 1129 રૂપિયામાં ખરીદી શકો છો.
Advertisement