Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાંદેર પોલીસની પ્રશંસનીય કામગીરી, ભાડુઆતે પચાવી પાડેલી દુકાનો વૃદ્ધ દંપતિને પરત અપાવી

ફરી એક વાર સુરતની રાંદેર પોલીસે પોલીસ બેડા નું નામ રોશન કર્યું છે, અને સામાજિક જવાબદારી અદા કરી ને પોલીસની છબી સુધારવાનું કામ કર્યું છે. રાંદેર પોલીસે ૨૭ વર્ષથી પથારીવશ પુત્રની સેવા કરતા અને અડાજણ ખાતે રહેતા લાચાર ૮૫ વર્ષીય વૃદ્ધની મદદ કરી અને  ભાડુઆતે કબજે કરેલી દુકાનો વૃદ્ધને પરત અપાવી. બે દુકાનો રૂપિયા 60 હજારનું ભાડુ નક્કી કરી કરાર કરીને આપી હતી સુરતના અડાજણ ખાતે આવેલી કલ્પન
રાંદેર પોલીસની પ્રશંસનીય કામગીરી   ભાડુઆતે પચાવી પાડેલી દુકાનો વૃદ્ધ દંપતિને પરત અપાવી
ફરી એક વાર સુરતની રાંદેર પોલીસે પોલીસ બેડા નું નામ રોશન કર્યું છે, અને સામાજિક જવાબદારી અદા કરી ને પોલીસની છબી સુધારવાનું કામ કર્યું છે. રાંદેર પોલીસે ૨૭ વર્ષથી પથારીવશ પુત્રની સેવા કરતા અને અડાજણ ખાતે રહેતા લાચાર ૮૫ વર્ષીય વૃદ્ધની મદદ કરી અને  ભાડુઆતે કબજે કરેલી દુકાનો વૃદ્ધને પરત અપાવી. 
બે દુકાનો રૂપિયા 60 હજારનું ભાડુ નક્કી કરી કરાર કરીને આપી હતી 
સુરતના અડાજણ ખાતે આવેલી કલ્પના સોસાયટી ખાતે રહેતા રમણલાલ મકનજી મહેતાની ઉમર 85 વર્ષ છે. રમણલાલ ભાઈ દ્વારા પોલીસ કમિશનર અને રાંદેર પોલીસને અરજી આપવામાં આવી હતી કે અડાજણ પાટિયા ખાતે આવેલા રતનપાર્ક એપાર્ટમેન્ટમાં તેમની દુકાનો આવેલી છે. આ દુકાનો તેમણે મોહમંદ અશફાક રંગુનવાલા અને અતીય અશફાક રંગુવવાલાને એક વર્ષ પહેલા કરાર કરીને ભાડે પટ્ટે આપી હતી,બન્ને ભાડુઆત દ્વારા બેકરીનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. જો કે વૃદ્ધનો કોઈ સહારો નહિ હોવાથી વૃદ્ધ શું કરી લેશે એવું માની બન્ને ભાડુઆતોએ એક મહિનાની લાયસન્સ ફી આપ્યા પછી રમણલાલને ભાડુ આપવાનો ઇનકાર કરી દીધો હતો. 
વૃદ્ધની નિસહાય સ્થિતિ જોઇ દુકાન પચાવી પાડી હતી 
દરમિયાન વૃદ્ધ રમણલાલ રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા..અને પોતાની કેફિયત રજૂ કરી, તેમણે તેમના કોમામાં સરી પડેલા પુત્ર વિષે પોલીસ ને જણાવ્યું,જેને જાણ્યા બાદ રાંદેર પોલીસ વૃદ્ધ રમણલાલના ઘરે પહોંચી અને વૃદ્ધની નિસહાય અને દયનીય સ્થિતિ જોઇ તેમની દુકાન પચાવી પાડનારા બે લોકો પાસે બાકી ભાડુ વસુલ કરી દુકાન ખાલી કરાવી. 
ભાડુ ન મળવાને કારણે વૃદ્ધ દંપતિની સ્થિતિ દયનીય થઇ ગઇ હતી 
ભાડુ ન મળવાને કારણે વૃદ્ધને બે ટંકના જમવાના અને દવાના પૈસાના ફાંફા પડી ગયા હતા.. રાંદેર પોલીસની કામગીરી આ વૃદ્ધ દંપતિ માટે ઇશ્વરની કૃપા સમાન બની છે. રાંદેર પોલીસે આ ઉપરાંત 15 જાન્યુઆરીએ દુકાનનો કરાર પૂરો થઇ ગયો હોવાથી બાકીના નાણા વસૂલ કરીને  રમણલાલને દુકાનો પરત અપાવી હતી. આ સમગ્ર કામગીરીમાં રાંદેર પીઆઇ સોનારા અને પીએસઆઇ પરમાર તથા સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી છે સિનિયર સિટિજન્સની મદદની સૂચના 
મહત્વપૂર્ણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસને સિનિયર સિટીઝનોની મદદ કરવા તેમને કોઈ તકલીફ નાં પડે તેવા આદેશ આપવામાં આવ્યા છે.જેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તમામ પોલીસ અધિકારીઓને  સૂચના અપાઇ છે કે સુરતમાં કોઈ પણ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોને કોઇપણ જાત ની તકલીફ ન પડે અને સિનિયર સિટિજન્સને શક્ય તમામ મદદ પુરી પાડવામાં આવે. પોલીસને હમેંશા વખોડતા લોકો માટે આ ઘટના એક ઉમદા સંદેશ આપે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.