Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM યોગી આદિત્યનાથના સેક્રેટરી બની લોકોને ઠગતો ચાલબાજ ઝડપાયો, વાંચો અહેવાલ

આપણે અત્યાર સુધી નકલી અને ઠગ લોકોના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ હવે જે હાલ ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. તે તમને ચોંકાવી દેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નકલી સેક્રેટરી બનીને લોકોને ઠગતો વ્યક્તિ ઝડપાયો છે. મુખ્ય વાત...
cm યોગી આદિત્યનાથના સેક્રેટરી બની લોકોને ઠગતો ચાલબાજ ઝડપાયો  વાંચો અહેવાલ
Advertisement

આપણે અત્યાર સુધી નકલી અને ઠગ લોકોના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ હવે જે હાલ ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. તે તમને ચોંકાવી દેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નકલી સેક્રેટરી બનીને લોકોને ઠગતો વ્યક્તિ ઝડપાયો છે. મુખ્ય વાત અહી એ છે કે, આ આરોપીએ આ રીતે ડીએમ અને એસપીને પણ ધમકાવ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ઠગ આવ્યો ATS ના સકંજામાં

ઉત્તર પ્રદેશના આ ઠગીની વાત સાંભળીને તમે પણ ચોંકી જશો. CM યોગી આદિત્યનાથનો સેક્રેટરી બનીને ફરતો યુવક હવે ATS દ્વારા ઝડપાઇ ગયો છે. આરોપીનું નામ વિવેક શર્મા ઉર્ફે બંટુ ચૌધરી હોવાનું કહેવાય છે. આરોપી આગ્રા જિલ્લાના બાહ વિસ્તારનો રહેવાસી છે. વિવેકની બસ્તી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. વિવેકે એસટીએફને કહ્યું કે તે અધિકારીઓ અને સામાન્ય લોકોને મુખ્યમંત્રીના સચિવ તરીકે બોલાવતો હતો, જેના કારણે લોકો ડરી જતા હતા અને તે સરળતાથી ધાક-ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેતો હતો.

Advertisement

"સચિવજી, હું માનનીય મુખ્યમંત્રીની જગ્યાએથી બોલું છું"

આ ઠગ લોકોને ઠગવા માટે અલગ અલગ કીમિયો અપનાવતો હતો. તે કોઈને શક ન પડે તેટલે માટે ટ્રુ કોલર એપ્લિકેશનમાં તેને તેનું નામ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ લખ્યું હતું. આ આરોપી લોકોને છેતરવા માટે ફોન કરતો હતો અને કહેતો હતો કે, "સચિવજી, હું માનનીય મુખ્યમંત્રીની જગ્યાએથી બોલું છું." પછી સામેનો પીડિત જે કહે તે કરી લેતો. UP ATFએ આરોપી વિવેક શર્માની બસ્તીમાંથી ધરપકડ કરી છે. હવે આ ઠગ ઝડપાઇ જતા ATS એ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો ; First Session of 18th Lok Sabha : પ્રોટેમ સ્પીકર બન્યા ભર્તુહરિ મહતાબ, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

Tags :
Advertisement

.

×