Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM Revanth Reddy: તેલંગાણાના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીને કહ્યા ‘મોટાભાઈ’, રાજ્યના વિકાસ માટે માંગી મદદ

CM Revanth Reddy: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આજે 4 માર્ચે વડાપ્રધાન સાથે વાત કરી હતીં. આ દરમિયાન તેમણે ખુબ જ ખાસ વાત જણાવી હતીં. મળતી વિગતો પ્રમાણે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ 4 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'મોટા ભાઈ'...
cm revanth reddy  તેલંગાણાના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીને કહ્યા ‘મોટાભાઈ’   રાજ્યના વિકાસ માટે માંગી મદદ

CM Revanth Reddy: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આજે 4 માર્ચે વડાપ્રધાન સાથે વાત કરી હતીં. આ દરમિયાન તેમણે ખુબ જ ખાસ વાત જણાવી હતીં. મળતી વિગતો પ્રમાણે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ 4 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'મોટા ભાઈ' ગણાવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું હતું કે, તેલંગાણાનો વિકાસ કરવા માટે ગુજરાત મોડેલને અનુસરવા માંગે છે.

Advertisement

તેલંગાણા ગુજરાતના મોડેલને અનુસરવા માંગે છે

આ સાથે વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોટા ભાઈ જેવા છે અને કોઈ પણ રાજ્યની મદદ અને સમર્થનથી વિકાસ કરી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, જો તેલંગાણાનો વિકાસ કરવો હોય તો તેણે ગુજરાત મોડલને અનુસરવું પડશે.’ તેલંગાણાના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ હવે પ્રધાનમંત્રી સામે લડશે નહીં પરંતુ ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રધાનમંત્રીના સ્વપ્નમાં પોતાનો ફાળો આપશે.’ વધુંમાં કહ્યું કે, દેશના પાંચ નગરો પાંચ મહાનગરો - મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદે - PM મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સ્વપ્નમાં ફાળો આપ્યો છે.

તેલંગાણાએ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ભંડોળની વિનંતી કરી

આના પરથી એવું કહીં શકાય કે, તેલંગાણાના મુખ્યમંત્રી પોતાના રાજ્ય તેલંગાણાને દેશને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જોડવા માંગે છે. તેલંગાણા પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં હાથ મિલાવવા માંગે છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હૈદરાબાદ અને તેલંગાણા દેશના વિકાસમાં કેન્દ્રને મદદ કરશે કારણ કે તેમણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ભંડોળની વિનંતી કરી હતી.

Advertisement

દેશની 140 કરોડ વસ્તી મારો પરિવાર છેઃ પીએમ મોદી

ઉલ્લેખનીય છે કે, અત્યારે 2024 ની લોકસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે ગયા છે. પ્રધાનમંત્રીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની 30 થી વધુ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ આદિલાબાદમાં એક સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘દેશની 140 કરોડ વસ્તી મારો પરિવાર છે.’ આ સાથે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘ભાજપ દેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેથી જ તેલંગાણાના લોકો પણ કહી રહ્યા છે... આ વખતે 400ને પાર કરો.’

આ પણ વાંચો: ISRO ચીફ એસ સોમનાથને આદિત્ય-L1 લોન્ચના દિવસે કેન્સર હોવાનું નિદાન થયું હતું, પરંતુ…

Advertisement
Tags :
Advertisement

.