Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભોંઠા પડ્યા! રોડ શોમાં ગાડી બંધ પડી જતા પોલીસે ધક્કા માર્યા, રેલી અધુરી છોડી રવાના

Lok Sabha Election 2024 : મધ્યપ્રદેશના ભિંડમાં ભાજપ ઉમેદવાર સંધ્યા રાયની સાથે ઉમેદવારી કરાવવા માટે પહોંચેલા મુખ્યમંત્રી મોહન યાદવનો રોડ શો ફ્લોપ થઇ ગયો હતો. અહીં રોડ શો દરમિયા રસ્તા વચ્ચે જ ચૂંટણી ઉમેદવારો રથ ખરાબ થઇ ગયો હતો. રથને...
cm ભોંઠા પડ્યા  રોડ શોમાં ગાડી બંધ પડી જતા પોલીસે ધક્કા માર્યા  રેલી અધુરી છોડી રવાના

Lok Sabha Election 2024 : મધ્યપ્રદેશના ભિંડમાં ભાજપ ઉમેદવાર સંધ્યા રાયની સાથે ઉમેદવારી કરાવવા માટે પહોંચેલા મુખ્યમંત્રી મોહન યાદવનો રોડ શો ફ્લોપ થઇ ગયો હતો. અહીં રોડ શો દરમિયા રસ્તા વચ્ચે જ ચૂંટણી ઉમેદવારો રથ ખરાબ થઇ ગયો હતો. રથને આગળ વધારવા માટે સુરક્ષા કર્મચારીઓએ ધક્કા માર્યા હતા, જો કે આગળ વધી શક્યો નહોતો. આ વાતથી નારા થઇને સીએમ રસ્તા વચ્ચે જ રોડ શો છોડીને રથથી નીચે ઉતરી આવ્યા અને ગાડીમાં બેસીને હેલીપેડ માટે રવાના થયા હતા.

Advertisement

ભિંડના ઉમેદવાર સંધ્યા રાય સાથે હતો CM નો રોડ શો

ગુરૂવારે સીએમ મોહન યાદવ ભિંડથી ભાજપની લોકસભા ઉમેદવાર સંધ્યા રાયની ઉમેદવારી દાખલ કરાવવા માટે પહોંચ્યા હતા. તેઓ હેલીપેડથી ગાડી દ્વારા કલેક્ટર કાર્યાલય ખાતે રવાના થયા હતા. ઉમેદવારી દાખલ કરાવ્યા બાદ મુખ્યમંત્રીનો રોડ શો હતો. તેઓ હેલીપેડથી ગાડી દ્વારા કલેક્ટર કાર્યાલય ખાતે રવાના થયા. ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવાર સાથે મુખ્યમંત્રીનો રોડ શો ચાર રસ્તેથી શરૂ થઇ ગયો. મુખ્યમંત્રી મોહન યાદવ રથમાં સવાર થયા હતા.

અચાનક રથ ખરાબ થકા સિક્યોરિટી જવાનોએ ધક્કા માર્યા

મુખ્યમંત્રીનો રથ લહાર ચાર રસ્તાથી શરૂ થઇને જેલ રોડ તરફ આગળ વધ્યો. જો કે જેવા તેઓ કિલે રોડ પાસે મુખ્યમંત્રીનો રથ પહોંચ્યો ત્યારે અચાનક રથ ખરાબ થઇ ગયો હતો. આ જોઇને મુખ્યમંત્રી ખુબ જ શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. રથની સાથે સુરક્ષા કર્મચારીઓએ મુખ્યમંત્રીને ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ પણ કર્યો, જો કે રથ આગળ વધી શક્યો નહોતો. જેના કારણે મુખ્યમંત્રી ખાસીયાણા પડ્યા હતા. અકળાઇને તેઓ પોતાની ગાડીમાં બેસીને હેલિપેડ માટે રવાના થયા હતા.

Advertisement

આખરે ગિન્નાઇને મુખ્યમંત્રી રવાના થયા

સીએમનો રોડ શો સમગ્ર શહેરમાંથી પસાર થવાનો હતો. રથમાં જ તેઓ પબ્લિકને સંબોધિત કરવાના હતા. જો કે રથ ખરાબ હોવાના કારણે એવું શક્ય બન્યું નહોતું. જો કે આ અંગે ભાજપની લોકસભા ઉમેદવાર સંધ્યા રાય સાથે વાતચીત કરી તો તેમણે પહેલાથી જ આ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતગાર નહી હોવાનું જણાવ્યું હતું. જો કે અમે વીડિયો અમારી પાસે હોવાનું અમે કહેતા તેમણે વાતનો સ્વિકાર કરીને કહ્યુ કે, મશીનરી હોય તો ખરાબ પણ થઇ શકે છે.

Advertisement
Tags :
Advertisement

.