Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM JAPAN VISIT : શું તમે જાણો છો ‘દાદા’નો જાપાન પ્રવાસ કેમ છે ખાસ ?, જાણો આ છે મુખ્ય કારણો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. તેમણે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ જાપાનની ટ્રેડિશનલ ટી-ચ્હાનો પણ...
cm japan visit   શું તમે જાણો છો ‘દાદા’નો જાપાન પ્રવાસ કેમ છે ખાસ    જાણો આ છે મુખ્ય કારણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. તેમણે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ જાપાનની ટ્રેડિશનલ ટી-ચ્હાનો પણ આસ્વાદ માણ્યો હતો અને શેન્કેઈન ગાર્ડનનું સૌંદર્ય નિહાળ્યું હતું.

Advertisement

CM ના જાપાન પ્રવાસથી ગુજરાતને થશે આ ફાયદાઓ...
  • રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયોને 100 ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકને આગળ ધપાવવો
  • નેશનલ ઈલેક્ટ્રીક મોબિલિટી મિશનને સફળતાથી આગળ વધારવાનો હેતુ
  • કન્ટ્રી પાર્ટનર તરીકે જાપાનને ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024 માં આમંત્રણ આપવાનો મુખ્ય હેતુ
  • 2070 સુધીમાં ઝીરો કાર્બન ઈ-મિશનના લક્ષ્યાંકને પાર પાડવો
  • ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન સાથે ભાગીદારી વધારવી
વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું પ્રત્યક્ષ આમંત્રણ

સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન, નેશનલ ઇલેક્ટ્રીક મોબિલિટી મિશન પ્લાન, 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઇમિશનના લક્ષ્યાંક, જેવી જે પહેલો થઈ છે તેની વિગતો આપી હતી. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો 100 ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંકની અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની જાણકારી આપી હતી. રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા, નવા રોકાણો માટે વાયબ્રન્ટ સમિટ 2024 માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો : CM Japan Visit: : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JBICના ચેરમેન સાથે યોજી બેઠક

Advertisement
Tags :
Advertisement

.