Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી Bhupendra Patel ના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલિક તેમને સારવાર માટે વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળી રહેવી માહિતી અનુસાર હાલ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હોસ્પિટલ પહોંચી...
મુખ્યમંત્રી bhupendra patel ના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલિક તેમને સારવાર માટે વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

મળી રહેવી માહિતી અનુસાર હાલ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હોસ્પિટલ પહોંચી ચુક્યાં છે અને હાલ અનુજ પટેલની સર્જરી ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અનુજ પટેલનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અંગે માહિતી આપતા કે.ડી. હોસ્પિટલ દ્વારા તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરાયું છે જેમાં અનુજ પટેલની બ્રેઈન સ્ટ્રોક થતાં બપોરે 2.45 કલાકે એડમિટ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને નિષ્ણાંત  ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

ભૂપેન્દ્ર પટેલનો પરિવાર બહુ નાનો છે. તેમના પરિવારમાં પત્નિ હેતલબેન, પુત્ર અને પુત્રી છે. અનુજ પટેલ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. તેમનાં પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. તેમની દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. ભૂપેન્દ્ર પટેલના નાના ભાઈનું નામ કેતન પટેલ છે.

આ પણ વાંચો : CMના ભાષણ સમયે મીઠી નીંદર માણતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ

Tags :
Advertisement

.