Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેઈન સ્ટ્રોકના દર્દીને માત્ર 26 મિનિટમાં ભાવનગરથી ખસેડાયો સુરત, જાણો કેવી રીતે

સૌપ્રથમ વખત 108 ની એર એમ્બ્યુલન્સ સુરત આવીબેઈન સ્ટ્રોકના દર્દીને હવાઈ માર્ગે સુરત લવાયો26 મિનિટમાં ભાવનગરથી સુરત ખસેડાયોસુરત એરપોર્ટથી સડક માર્ગે રસ્તો કપાયો15 કિલો મીટરનું અંતર 17 મિનિટમાં કાપ્યો રાજ્ય સરકારની 108 એર એમ્બ્યુલન્સ સૌપ્રથમ વખત ભાવનગરથી એક દર્દીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. માત્ર 26 મિનિટના સમયગાળામાં ભાવનગરથી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ સડક માર્ગના બીજા 15 કિલો મીટરન
બેઈન સ્ટ્રોકના દર્દીને માત્ર 26 મિનિટમાં ભાવનગરથી ખસેડાયો સુરત  જાણો કેવી રીતે
  • સૌપ્રથમ વખત 108 ની એર એમ્બ્યુલન્સ સુરત આવી
  • બેઈન સ્ટ્રોકના દર્દીને હવાઈ માર્ગે સુરત લવાયો
  • 26 મિનિટમાં ભાવનગરથી સુરત ખસેડાયો
  • સુરત એરપોર્ટથી સડક માર્ગે રસ્તો કપાયો
  • 15 કિલો મીટરનું અંતર 17 મિનિટમાં કાપ્યો 
રાજ્ય સરકારની 108 એર એમ્બ્યુલન્સ સૌપ્રથમ વખત ભાવનગરથી એક દર્દીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. માત્ર 26 મિનિટના સમયગાળામાં ભાવનગરથી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ સડક માર્ગના બીજા 15 કિલો મીટરનું અંતર 17 મિનિટમાં કાપી બ્રેઈન સ્ટ્રોકના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા 56 વર્ષિય કાનજીભાઈ સંસપરા સામાજિક પ્રસંગમાં ભાવનગર ગયા હતા. દરમિયાન શનિવારે અચાનક તેમની તબિયત બગડતા ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાનજીભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોય અને તેમનું પરિવાર સુરતમાં હોવાથી તેમને વધુ સારવાર માટે પરિવાર દ્વારા સુરત ખસેડવા નિર્ણય લેવાયો હતો. પરંતુ તેમની ગંભીર હાલત જોતા તેમને સડક માર્ગે સુરત લવાય તો સારવારમાં વિલંબ થાય તેમ હોવાથી તેમને હવાઈ માર્ગે પરિવારે સુરત ખસેડવાની વ્યવસ્થા કરી જે માટે પરિવાર દ્વારા રાજ્ય સરકારની 108-એર એમ્બ્યુલન્સ ને કોલ અપાયો.
શનિવારે રાત્રે એર એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ પહોંચે તે પહેલા ALS વેન્ટિલેટરવાળી અડાજણ લોકેશનની 108 એમ્બ્યુલન્સ દોડાવાઈ હતી. ઇએમટી શબ્બીરે કાનજીભાઈને તાત્કાલિક વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનિટર કર્યું હતું અને 108-ના સેન્ટરમાં બેસેલા ફિઝિશિયન સાથે સંપર્કમાં રહી કાનજીભાઈને શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આમ ઘોડદોડ રોડ ખાતે રહેતા 56 વર્ષિય કાનજીભાઈનો જીવ બચવવા તેમને હવાઈ માર્ગે સુરત લવાયા અને સૌપ્રથમ વખત 108-ની એર એમ્બ્યુલન્સ સુરત આવી પહોંચી.
સામાન્ય રીતે ખાનગી એર એમ્બ્યુલન્સમાં 5થી 6 લાખનો ખર્ચ થાય છે. જેની સામે 1થી 1.25 લાખ રૂપિયા જ ચાર્જ થતાં દર્દીને આર્થિક રીતે પર રાહત મળે છે. જોકે, અવાર-નવાર 108 દ્વારા સફળ કામગીરી થતી હોવાના અનેક કિસ્સા નોંધાયા રહે છે. જેમાંનો એક આ કિસ્સો સામે આવતા 108 ની ટીમે દર્દીનો જીવ બચાવી પોતાની ફરજ નિભાવી સરાહનીય કામગીરી કરી હોવાને લઈ સિનિયર તબીબો દ્વારા 108 ને સન્માન આપવાની વિચારણા પણ ચાલી રહી છે. પ્રથમવાર નોંધાયેલા આ કિસ્સાએ સૌ કોઈના જીવ અદ્ધર કરી દીધા હતા. સરકારી એર એમ્બ્યુલન્સમાં પહેલીવાર દર્દીને ભાવનગરથી માત્ર મિનિટોમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડાયા અને દર્દીનો જીવ બચાવ્યો. સુરત એરપોર્ટ પરથી વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ ખસેડાયા ની ઘટના એ સો કોઈ ને વિચારવા મજબૂર કરી દીધા છે.
આ ઘટના ને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા સુરત ના 108ના અધિકારી રોશન દેસાઈ સાથે ઘટના ની જાણકારી મેળવવા નો પ્રયાસ કરાયો હતો,આ અંગે રોશન ભાઈ એ જણાવ્યું હતું કે સરકારી એરએમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને બહારથી સુરતમાં કોઈ દર્દીને પ્રથમ વખત શિફ્ટ કરાયા છે. શનિવારે એરપોર્ટ ઓથોરીટીએ જાણ કરી હતી કે એક ક્રિટિકલ દર્દી સુરત એરપોર્ટ છે તો તાત્કાલિક એએલએસ (વેન્ટીલેટર)વાળી એમ્બ્યુલન્સની જરૂર છે જેથી ટીમને રવાના કરી હતી. એરપોર્ટ ખાતેથી દર્દીને વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનીટર કરી ફિઝીશ્યન સાથે કોન્ટેક્ટમાં રહી દાખલ કરાયા છે.108 ની ફરજ છે.દર્દી નો જીવ બચવવો જેમાં 108 પોતાનો જીવ જાન લગાવી સફળ કામગીરી કરતી હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.