12ના ટકોરે 2022ના પુતળાનું દહન કરી 2023ને આવકારતા ખ્રિસ્તી બંધુઓ
ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ ભરૂચના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ વિશેષ પ્રાર્થના સભાઓ સાથે નવા વર્ષને આવકારવા માટે દેવાલયોમાં એકત્ર થયા હતા અને 12ના ટકોરે 2022ના પુતળાનું દહન કરી નવા વર્ષ 2023ને આવકારી ખ્રિસ્તી બંધુઓએ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષની પણ ઉજવણી કરાઈ હતી.ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલયો ખાત
ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ ભરૂચના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ વિશેષ પ્રાર્થના સભાઓ સાથે નવા વર્ષને આવકારવા માટે દેવાલયોમાં એકત્ર થયા હતા અને 12ના ટકોરે 2022ના પુતળાનું દહન કરી નવા વર્ષ 2023ને આવકારી ખ્રિસ્તી બંધુઓએ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષની પણ ઉજવણી કરાઈ હતી.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલયો ખાતે થર્ટી ફર્સ્ટની રાત્રીએ ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સંધ્યાકાળથી મોડી રાત્રી સુધી દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાયા હતી અને વર્ષને યાદ કરી આવનારું વર્ષ સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરાય હતી હોટલો અને પાર્ટી પ્લોટોમાં વિવિધ પાર્ટીઓ યોજાઇ રહી હતી ત્યારે ખ્રિસ્તી બંધુઓએ પોતાના નવા વર્ષની ઉજવણી કરવા માટે દીવાલયોમાં એકત્ર થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થનાઓ સાથે પૂજા અર્ચના કરી હતી.
સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ તેના માટે દેવા લયોમાં ખ્રિસ્તી બંધ હોય પ્રાર્થના સભાઓ સંબોધી હતી ભરૂચનો આરોગ્ય દીવાલય ખ્રિસ્તી બંધુઓથી ઉભરાય ઉઠતા દેવાલયની બહાર પણ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાય ખ્રિસ્તી બંધ હોય પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો લાહવો લઈ એક મેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આરોગ્ય માતા દેવાલયમાં 12ના ટકોરે પ્રાર્થના સભા બાદ આરોગ્ય માતા દીવાલયની બહાર વિદાય લઇ રહેલા ૨૦૨૨નું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું અને 2022ની થર્ટી ફસ્ટની અંતિમ ઘડી એટલે કે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 2023ને આવકારવા માટે 2022ના તૈયાર કરાયેલા પૂતળું જેમાં વીતેલા વર્ષમાં ગો - કોરોના, અભિમાન, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા સહિતના વિવિધ સૂત્રોચાર સાથેનું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને નવા વર્ષને ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement