Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ, 8 શહેરોમાં પારો 14 ડિગ્રીને આસપાસ

રાજ્યમાં ફરીથી વધશે ઠંડીનું જોર6.2 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુંઉત્તર ભારતમાં હિમવર્ષાથી ઠંડી વધીદિવસે પણ ઠંડા-સૂકા પવન ફૂંકાયા8 શહેરમાં 12 ડિગ્રીથી નીચે પારોઅમદાવાદમાં 13 ડિગ્રી તાપમાનરાજ્ય ફરી એકવાર કડકડતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે. ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડ
રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ  8 શહેરોમાં પારો 14 ડિગ્રીને આસપાસ
  • રાજ્યમાં ફરીથી વધશે ઠંડીનું જોર
  • 6.2 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું
  • ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ઠંડી વધી
  • દિવસે પણ ઠંડા-સૂકા પવન ફૂંકાયા
  • 8 શહેરમાં 12 ડિગ્રીથી નીચે પારો
  • અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન
રાજ્ય ફરી એકવાર કડકડતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે. ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. વળી હવામાન વિભાગની આગાહી અનુસાર, આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. આ સિવાય રાજ્યના 12 શહેરોમાં ઠંડીનો ચમકારો અવુભનાશે જેમા અમદાવાદ શહેર પણ સામેલ છે. ઠંડા પવનોને પગલે અનેક શહેરોમાં લઘુતમ તાપમાન ગગડીને 14 થી 15 ડિગ્રીએ નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને વલસાડ સૌથી ગરમ શહેર બન્યું. નલિયા બાદ ડીસા, ગાંધીનગર, કંડલા, અમરેલીમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. 
રાજ્યભરમાં હજુ પણ હાર્ડ થીજાવતી ઠંડી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હજુ ઠંડીનો પારો ગગડી જવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઘણા શહેરોમાં કડકડી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે જ્યારે ઘણા શહેરોમાં આ અહેસાસ આવનારા દિવસોમાં લોકો અનુભવ કરી શકે તેવી સંભાવનાઓ છે. ઠંડા પવનને કારણે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.