Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખરાબ હવામાનના કારણે Mumbai Airport પર ચાર્ટર્ડ પ્લેન Crash

મુંબઈ એરપોર્ટ પર આજે એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પ્લેન રનવે પર લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. હાલમાં પ્લેનમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કહેવાય...
ખરાબ હવામાનના કારણે mumbai airport પર ચાર્ટર્ડ પ્લેન crash

મુંબઈ એરપોર્ટ પર આજે એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પ્લેન રનવે પર લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. હાલમાં પ્લેનમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કહેવાય છે કે ભારે વરસાદને કારણે પ્લેન રનવે પર લપસી ગયું હતું.

Advertisement

ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર લિયરજેટ ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલું VSR વેન્ચર્સ લિયરજેટ 45 પ્લેન ભારે વરસાદને કારણે લેન્ડિંગ બાદ રનવે પરથી સરકી ગયું હતું. આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ એરપોર્ટની કામગીરી હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. લિયરજેટનું ચાર્ટર પ્લેન ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર રનવે પરથી સરકી ગયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ તેની અંદર આગ ફાટી નીકળી હતી પરંતુ હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. પ્લેનમાં કોઈ વીઆઈપી સવાર નહોતા. અધિકારીઓએ પરિસ્થિતિથી સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ આગમન અને પ્રસ્થાન અટકાવી દીધા છે.

Advertisement

અહેવાલો અનુસાર, વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની શક્યતા છે. લિયરજેટ વિમાને વિશાખાપટ્ટનમથી મુંબઈ માટે ઉડાન ભરી હતી અને મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે લપસી ગયું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.