Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHANDRAYAN-3 આ વખતે 10 તબક્કામાં પહોંચશે ચંદ્ર સુધી, જાણો કેવી રીતે કરશે કામ

આજે બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3  ચંદ્ર તરફ ઉડાન ભરશે. જે 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે જાણો ચંદ્રયાન-3 કેવી રીતે કામ કરશે. ચાલો જાણી એ ......   ચંદ્રયાન-3માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે....
chandrayan 3  આ વખતે 10 તબક્કામાં પહોંચશે ચંદ્ર સુધી  જાણો કેવી રીતે કરશે કામ

આજે બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3  ચંદ્ર તરફ ઉડાન ભરશે. જે 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે જાણો ચંદ્રયાન-3 કેવી રીતે કામ કરશે. ચાલો જાણી એ ......

Advertisement

ચંદ્રયાન-3માં પણ ત્રણ ભાગ રાખવામાં આવેલા છે. સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. પ્રોપલ્શન મોડ્યુલ પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે. ચંદ્રયાન-2ના ઓર્બિટરનો પણ ઉપયોગ કરી શકાય એમ છે જેથી કોમ્યુનિકેશન જળવાઈ રહે. જૂનું ઓર્બિટર ચંદ્રની આસપાસ ચક્કર મારશે અને તે લેન્ડર તથા રોવર સાથે કનેક્શન રાખશે. લેન્ડર જ્યારે રોવરની સાથે લેન્ડિંગ કરશે ત્યારે તેની ઉપર મોનિટરિંગનું કામ કરશે. રોવર જ્યારે લેન્ડરથી અલગ પડીને ચંદ્રની સપાટી ઉપર સંશોધન શરૂ કરશે

Advertisement

લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે

ત્યારે તેની સાથે પણ ઓર્બિટરનું કનેક્શન રહેશે. રોવર દ્વારા જે પણ માહિતી ભેગી કરવામાં આવશે તે પૃથ્વી સુધી મોકલવાનું કામ ઓર્બિટર થકી જ કરવામાં આવશે. ચંદ્રયાન-2માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જોડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે. લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જો કોઈ જોખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

ચંદ્રયાન-3 આ વખતે 10 તબક્કામાં ચંદ્રની સપાટી સુધી પહોંચશે.
  • પ્રથમ તબક્કોઃ લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે.
  • બીજો તબક્કોઃ લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ. જેમાં ટ્રેઝેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે સ્પેસક્રાફ્ટ સોલર ઑર્બિટથી થઈને ચંદ્ર તરફ વધવા લાગે છે.
  • ત્રીજો તબક્કોઃ લૂનર ઑર્બિટ ફેઝ (LOI). એટલે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-3 મોકલવામાં આવશે.
  • ચોથો તબક્કોઃ જેમાં સાત અને આઠ વખત ઑર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કરી દેશે.
  • પાંચમો તબક્કોઃ પ્રોપલ્શન મોડ્યૂલ અને લૂનર મોડ્યૂલ એકબીજાથી અલગ થશે.
  • છઠ્ઠો તબક્કોઃ ડી-બૂસ્ટ ફેઝ એટલે જે દિશામાં જઈ રહ્યા છે, તેમાં ગતિને ઓછી કરવી.
  • સાતમો તબક્કોઃ પ્રી-લેન્ડિંગ એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાશે.
  • આઠમો તબક્કો: જેમાં લેન્ડિંગ કરાવાશે.
  • નવમો તબક્કોઃ લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થઈ રહ્યા હશે.
  • દસમો તબક્કોઃ પ્રોપલ્શન મોડ્યૂલનું ચંદ્રની 100 કિમીની કક્ષામાં પરત પહોંચવું.
  • આ વખતે ઑર્બિટર નહીં પરંતુ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યૂલ મોકલાઈ રહ્યું છે. જે લેન્ડર અને રોવરને ચંદ્રની કક્ષામાં લઈને જશે. ત્યારબાદ તે ચંદ્રનું પરિભ્રમણ કરશે. રોવર ચંદ્રની સપાટી અને વાતાવરણનું અધ્યયન કરશે.

આ પણ વાંચો -CHANDRAYAN-3 મિશનની કમાન સંભાળનાર રોકેટ વૂમન ‘કોણ છે તે જાણો

Advertisement

વન સ્ટોપ ડેસ્ટિનેશન બની શકે છે ચંદ્ર

સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશો દ્વારા પોતાના અવકાશી સંશોધનો માટે ચંદ્રની પસંદગી કરવામાં આવી છે. ચંદ્ર પૃથ્વીની નજીક છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, જે રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તેવી જ રીતે વિવિધ દેશો દ્વારા ચંદ્ર ઉપર પોતાના અવકાશી સંસોધનના કેન્દ્રો બનાવવા માટે હોડ જામી છે. ચંદ્ર ઉપર જો પૂરતા પ્રમાણમાં પાણી, ઓક્સિજન અને હિલિયમ મળી જાય તો મોટાભાગની તમામ જરૂરિયાતો પૂરી થઈ જાય તેમ છે. ભારતના સંસોધન પ્રમાણે ચંદ્ર ઉપર પાણીનો વિશાળ જથ્થો છે. આ ઉપરાંત નાસાના મતે અહીંયા હિલિયમનો અંદાજે 10 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે જે સદીઓ સુધી પૃથ્વીને ઊર્જા પૂરી પાડી શકે તેમ છે. આ ઉપરાંત પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું છે તેથી ત્યાંથી કોઈપણ યાન સરળતાથી લોન્ચ કરી શકાય તેવું છે. આગામી સમયમાં મંગળ અને અન્ય સ્પેશ મિશન માટે ચંદ્રની ધરતી લોન્ચપેડ બની શકે તેમ છે.

આ પણ વાંચો -આજે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર, CHANDRAYAAN -3 ના લોન્ચિંગમાં ગણતરીના કલાકો બાકી

Tags :
Advertisement

.