Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાહનોથી ધમધમતા વિસ્તારમાં કારમાં આગ લાગતા વાહન ચાલકોના જીવ તાળવે

રાજ્યમાં આગના  બનાવો વધતાં જોવા મળી રહ્યા છે  ત્યારે વધુ એક બનાવ ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં  થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કારમાં આગ લાગવાના કારણે વાહન વ્યવહાર રોકી દેવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. સળગી ઊઠેલી કારના અનેક વિડીયો સતત સોશિયલ મીડિયા પર à
વાહનોથી ધમધમતા વિસ્તારમાં કારમાં આગ લાગતા વાહન ચાલકોના જીવ તાળવે
રાજ્યમાં આગના  બનાવો વધતાં જોવા મળી રહ્યા છે  ત્યારે વધુ એક બનાવ ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં  થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કારમાં આગ લાગવાના કારણે વાહન વ્યવહાર રોકી દેવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. સળગી ઊઠેલી કારના અનેક વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
ભરૂચ શહેરના ભરચક વિસ્તાર એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં થોભાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કઈ સમજે તે પહેલા આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે સમય સુચકતા વાપરી ચાલક નીચે ઉતારી ગયો હતો. તે દરમિયાન ધક્કો લગાવે તે પહેલા જ કાર લોક થઇ ગઈ હતી જો કે આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી.
જાહેર માર્ગ ઉપર જ સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં કાર સળગી ઉડતા જવાનો તેમજ અન્ય લોકોએ પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સળગી ઊઠેલી કારમાં ભયંકર આગ લાગી હોવાના કારણે આગળનું બોનેટ ખોલવા જતા આગનો ભડકો થતા ઓલવવાનો પ્રયાસ કરનારાઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. તેઓએ પણ પોતાનો જીવ બચાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોડે મોઢે પણ ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો માળો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.
ભરૂચના જાહેર માર્ગો ઉપર જ કારમાં આગ લાગતા ચારે તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી પરંતુ પોઇન્ટ ઉપર રહેલી પોલીસ અને બીટીઈટીના જવાનોએ સળગી ઊઠેલી કારને ફાયર ફાઈટરના પ્રયાસોથી આગ ઉપર કાબુ લેવામાં સફળતા મળી હતી. સળગી ઊઠેલી કારણે રોડ ઉપરથી સાઈડ ઉપર કાઢી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.