કોરોનાના ગ્રહણ વચ્ચે કાર્નિવલનું થશે આયોજન, તો શું...
કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. છતાં અમદાવાદ મહાનગરપાલિકા કાર્નિવલ યોજવા મક્કમ છે. કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર કાર્નિવલ કાર્યક્રમ યોજાશે. નિષ્ણાતોએ ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળવાનું સૂચન આપ્યું છે. તેમજ જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. ત્યારે કોર્પોરેશન જ ભીડભાડ થાય તેવા કાર્યક્રમનું આયોજન કરી રહી છે.કાર્નિવલમાં લાખો લોકો આવતા હોય છે. ત્યારે ડિસ્ટન્સ જાળવવું મુ
કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. છતાં અમદાવાદ મહાનગરપાલિકા કાર્નિવલ યોજવા મક્કમ છે. કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર કાર્નિવલ કાર્યક્રમ યોજાશે. નિષ્ણાતોએ ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળવાનું સૂચન આપ્યું છે. તેમજ જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. ત્યારે કોર્પોરેશન જ ભીડભાડ થાય તેવા કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
કાર્નિવલમાં લાખો લોકો આવતા હોય છે. ત્યારે ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. કોવિડનું ગાઈડલાઈનનું પાલન કરવું મુશ્કેલ છે. આવા કાર્યક્રમોને લીધે કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેમ છે. છતાં કોર્પોરેશન કાર્યક્રમ યોજશે. કાર્નિવલ યોજવા અંગે મેયેરે જણાવ્યું હતું કે, અત્યારે કાર્યક્રમ યોજવા તરફ કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. આગળના દિવસોમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરાશે.
તો અહીં પ્રશ્ન એ થાય છે કે,
- આગામી દિવસોમાં સરકાર કાર્યક્રમ રદ કરવાનું કહે તો કાર્નિવલ પાછળ ખર્ચ કરેલા પ્રજાના પરસેવાના 4 કરોડ રૂપિયાનું શું?
- રાજ્ય સરકાર નિર્ણય કરે તેની પર આધાર રાખવાને બદલે કોર્પોરેશન પોતા સ્વતંત્ર નિર્ણય ન લઈ શકે?
- કાર્નિવલ ના કારણે કોરોનામાં ઉછાળો આવ્યો તો તેની જવાબદારી કોની?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement