Britainના શાહી મહેલમાં ચોરી, સુરક્ષા કર્મીઓ ઉંઘતા રહ્યા...
- બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના વિન્ડસર કેસલમાં ચોરી
- માસ્ક પહેરેલા ચોર બાઇક અને ટ્રક લઇને ભાગી ગયા
- વિન્ડસર કેસલ એસ્ટેટ એ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનું પારિવારીક ઘર
- બ્રિટનના શાહી મહેલની સુરક્ષામાં ભંગ થતાં ખળભળાટ
King Charles III of Britain : બ્રિટનના શાહી મહેલની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. રાજા ચાર્લ્સ ત્રીજા (King Charles III of Britain) ના વિન્ડસર કેસલમાં ચોરી થઈ હતી. 13 ઓક્ટોબરની રાત્રે માસ્ક પહેરેલા ચોર બાઇક અને ટ્રક લઇને ભાગી ગયા હતા. વિન્ડસર કેસલ એસ્ટેટ એ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનું પારિવારીક ઘર છે. બ્રિટિશ પોલીસે સોમવારે ચોરીની પુષ્ટિ કરી હતી. અહેવાલ મુજબ, બે લોકો 6 ફૂટની બાઉન્ડ્રી વોલ પર ચઢીને કિલ્લામાં પ્રવેશ્યા હતા. તેમણે ચોરી કરવા માટે ચોરીની જ ટ્રકનો ઉપયોગ કર્યો હતો.
એક નાની ટ્રક લઈને જ્યારે બીજો ક્વોડ બાઇક લઈને ભાગી ગયો
કડક સુરક્ષા હોવા છતાં, ચોરોએ રવિવારે બ્રિટિશ શાહી પરિવારના શાહી નિવાસસ્થાન વિન્ડસર કેસલમાં પ્રવેશ કર્યો હતો. મહેલમાં પ્રવેશતા પહેલા, બે નકાબધારી માણસોએ ટ્રક વડે ગેટનો દરવાજો તોડી નાખ્યો હતો અને છ ફૂટની વોલ કૂદીને મહેલમાં પ્રવેશ્યા હતા. એટલું જ નહીં, સુરક્ષાનો ત્યાગ કરીને એક નકાબધારી વ્યક્તિ ફાર્મ હાઉસ પર પાર્ક કરેલી નાની ટ્રક લઈને ભાગી ગયો હતો, જ્યારે બીજો ક્વોડ બાઇક લઈને ભાગી ગયો હતો.
આ પણ વાંચો----Britain : કારની ડિકીમાંથી ભારતીય મહિલાની લાશ મળતા હડકંપ
ઘટના સમયે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા વિન્ડસર કેસલમાં હાજર હતા
કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા વિન્ડસર કેસલમાં હાજર હતા, જ્યારે પ્રિન્સ વિલિયમ-કેટ મિડલટન અને તેમના ત્રણ બાળકો થોડે દૂર એડિલેડ કોટેજમાં સૂઈ રહ્યા હતા. વિલિયમ દંપતી 2022 માં કેન્સિંગ્ટન પેલેસથી અહીં શિફ્ટ થયું હતું. મહેલ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, બંને માસ્ક પહેરેલા શખ્સોને વાહનોના પાર્કિંગ સ્થળ અને ભાગી જવા માટે યોગ્ય સમયની સંપૂર્ણ જાણકારી હતી. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટના બાદ મહેલની સુરક્ષાને લઈને મોટી ચર્ચા છેડાઈ ગઈ છે.
સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓને થોડા દિવસો પહેલા હટાવી દેવામાં આવ્યા હતા
એવા અહેવાલ છે કે થોડા દિવસો પહેલા જ વિન્ડસર કેસલના જાહેર પ્રવેશદ્વાર પરથી સશસ્ત્ર અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, ગ્રાઉન્ડ પર હજુ પણ સુરક્ષા પેટ્રોલિંગ હાજર છે. કિલ્લાના એક કર્મચારીએ જણાવ્યું હતું કે વિન્ડસર કેસલમાં એલાર્મ વાગી રહ્યા હતા, પરંતુ જ્યારે માસ્ક પહેરેલા માણસો શૉ ફાર્મના ગેટ પર સુરક્ષા અવરોધો તોડીને આવ્યા ત્યારે બ્રેક-ઇનની જાણ થઈ હતી.
સુરક્ષામાં ખામીઓ અગાઉ પણ બહાર આવી હતી
આ પહેલા પણ વિન્ડસર કેસલમાં સુરક્ષામાં ખામી હોવાના કિસ્સા સામે આવ્યા છે. 2021 માં નાતાલના દિવસે, એક સશસ્ત્ર હુમલાખોરે રાણી એલિઝાબેથ II ને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ રાજા ચાર્લ્સના નિવાસસ્થાનમાં ઘૂસેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો----Britain ના રાજા અને રાણી ચૂપચાપ ભારતમાં 4 દિવસ રોકાઇને જતા રહ્યા..