બોટાદ :નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં
બોટાદ નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા જર્જરિત હાલત માં.શાળા નો 70 % થી વધુ ભાગ ઉપયોગ માં ન લેવા કરાઈ જાહેરાત.જર્જરિત શાળા માં અભ્યાસ કરતા બાળકો ના વાલી ચિંતા માં. આચાર્ય તેમજ વાલી દ્રારા વહેલાસર બિલ્ડીંગ રીનોવેશન અથવા પાડી નવી બનાવવા કરી માંગ. શિક્ષણ સમિતિ ના ચેરમેન દ્રારા બિલ્ડીંગ ની સ્થિતિ નો સ્વીકાર કરી ચિંતા જનક સ્થિતિ નો કર્યો સ્વીકાર વહેલા સર કામગીરી કરવામાં આવશે તેવું આપ્યું નિવેદન.
બોટાદ નગરપાલિકા સંચાલિત આ છે પંડિત દીનદયાળ પ્રાથમીક શાળા આ શાળા માં હાલ 234 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ આશાળા નું બિલ્ડીંગ 1935 માં નિર્માણ પામેલ છે. અને આ બિલ્ડીંગ માં 22 રૂમ આવેલ હતા 2016 ના વર્ષ થી દર વર્ષે શાળા ના રૂમ માં પાણી પડવાના કારણે તેમજ વર્ષો જૂનું બાંધકામ હોય ધીરે ધીરે શાળા ના 16 જેટલા રૂમ આજે જર્જરિત જાહેર કરવામાં આવેલ છે. જેને લઈ શિક્ષણ વિભાગ ના આદેશ અનુસાર આજે તે તમામ રૂમ નો ઉપયોગ થતો નથી જેના કારણે આજે શાળા પાસે માત્ર 6 રૂમ છે જેમાંથી એક રૂમ ઓફિસ માટે અને 5 રૂમ વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે ઉપયોગી છે. રૂમ ઓછા હોવાના કારણે શાળા માં આ વર્ષ થી સવાર અને બપોર એમ બે પાળી કરવામાં આવેલ છે. પણ શિક્ષણ વિભાગ દ્રારા 2016 થી સતત જર્જરિત રૂમ નું નિરાકરણ આવે તેના માટે કોઈ પ્રયત્ન કરવામાં આવેલ નથી શાળા ના આચાર્ય દ્રારા 2016 થી લેખિત માં રજુવાત કરવામાં આવે છે. પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહિ. જેને લઈ શાળા ના આચાર્ય દ્રારા શાળા કમ્પાઉન્ડ માં અમુક ભાગ પર પ્રવેશ નહિ કરવાના બેનરો લગાવવામાં આવેલ તેમજ ઉપરનો માળ વધુ જોખમી હોય ડેન્જર ની નિશાની સાથે પ્રવેશ નહિ કરવા સૂચના મુકવામાં આવી છે.
બોટાદ નગરપાલિકા સંચાલિત આશાળા માં અભ્યાસ કરતા વાલી ઓ ના જણાવ્યા મુજબ ભય ના માહોલ વચ્ચે બાળકો ને અભ્યાસ કરવા મોકલવા પડે છે. અને વાલી તરીકે કે બાળકો ની સતત ચિંતા થતી રહે છે. ત્યારે હાલ માં ચોમાશું પણ નજીક હોય અને વવાજોડા ની આગાહી હોય ત્યારે વહેલાસર શાળા ના જર્જરિત બિલ્ડીંગ ને રીનોવેશન કરવું જોઈએ અથવા તો તેને પાડી દેવું જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવી વાલી ની માંગ છે
બોટાદ નગરપાલિકા સંચાલી શાળા માં અભ્યાસ માટે સ્માર્ટ બોર્ડ માં ચોક્કસ થી બાળકો ને અભ્યાસ આપવામાં આવે છે પણ સ્માર્ટ કલાસરૂમ ની વ્યવસ્થા નથી જે બાબતે શાળા ના આચાર્ય દિલીપભાઈ ભલગામીયા ને પૂછતાં તેમને બિલ્ડીંગ ની સ્થિતિ જર્જરિત હાલત માં હોવાની વાત નો સ્વીકાર કરી 2016 થી રજુવાત કરવામાં આવે છે તેમજ સ્થિતિ ચિંતા જનક હોવાં નું સ્વીકાર્યું.
બોટાદ નગરપાલિકા શિક્ષણ સમિતિ ના ચેરમેન ને આશાળા ની સ્થિતિ બાબતે પૂછતાં તેમને પણ પરિસ્થિતિ નો સ્વીકાર કરી ખરેખર ચિંતા જનક અને જોખમી સ્થિતિ હોવાનો સ્વીકાર કરી વહેલાસર આ સમસ્યા નું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે તેવું આપ્યું નિવેદન.
અહેવાલ -ગજેન્દ્ર ખાચર બોટાદ
આપણ વાંચો-SURAT : SOG પોલીસે ૨૪.૪૭ લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો, 1 ની ધરપકડ