Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રયાગરાજમાં એલર્ટ વચ્ચે બોમ્બ ધડાકો, અતીક અહેમદના વકીલના ઘર પાસે થયો વિસ્ફોટ

પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ થયો છે. માફિયા અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના ઘર પાસે મંગળવારે બપોરે કોઈએ બોમ્બ ફેંક્યો હતો. એક પછી એક ત્રણ બોમ્બ ફેંકાયા જોકે કોઈને ઈજા થઈ નથી. દયાશંકરના કહેવા પ્રમાણે, તેને અને તેના પરિવારને ડરાવવા...
પ્રયાગરાજમાં એલર્ટ વચ્ચે બોમ્બ ધડાકો  અતીક અહેમદના વકીલના ઘર પાસે થયો વિસ્ફોટ

પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ થયો છે. માફિયા અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના ઘર પાસે મંગળવારે બપોરે કોઈએ બોમ્બ ફેંક્યો હતો. એક પછી એક ત્રણ બોમ્બ ફેંકાયા જોકે કોઈને ઈજા થઈ નથી. દયાશંકરના કહેવા પ્રમાણે, તેને અને તેના પરિવારને ડરાવવા માટે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Advertisement

દયાશંકરનું ઘર પ્રયાગરાજના કટરા વિસ્તારમાં ગોબરગલીમાં છે. તેમના ઘર પાસે કોઈએ બોમ્બ ફેંક્યો હતો. વિસ્ફોટના અવાજની સાથે ધુમાડા પણ જોવા મળ્યા હતા. અતીક-અશરફની હત્યા બાદ વિસ્તારમાં એલર્ટ રજૂ કરી દેવામાં આવ્યું છે. એલર્ટ વચ્ચે બોમ્બ બ્લાસ્ટના સમાચારથી પોલીસ પ્રશાસનમાં પણ ખળભળાટ મચી ગયો હતો અને થોડી જ વારમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ અને અશરફના વકીલ દયાશંકર મિશ્રાએ કહ્યું કે બોમ્બ માત્ર તેમને ડરાવવા માટે ફેંકવામાં આવ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે હું કોઈ પર આરોપ નથી લગાવી રહ્યો પરંતુ આશંકા છે કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે હું અતિકના પરિવારની વકીલાત કરું.બ્લાસ્ટ વખતે મારી વહુ અને દીકરી પણ ત્યાં હતા.

Advertisement

એડવોકેટે કહ્યું કે, મને ડરાવવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. એક પછી એક ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આરોપીઓ બોમ્બ ફેંકીને રફુચક્કર થઈ ગયા હતા.

બીજી તરફ, સહાયક પોલીસ કમિશનર (શિવકુટી) રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કટરાના ગોબર ગલીમાં કેટલાક યુવકોએ પરસ્પર દુશ્મનાવટને કારણે બોમ્બ ફેંક્યો હતો. જોગાનુજોગ આ વિસ્ફોટ અતિક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામે થયો હતો. બોમ્બથી કોઈને ઈજા થઈ નથી.

Advertisement

Tags :
Advertisement

.