Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરના બોડકદેવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી વચ્ચે બોડકદેવના PI અભિષેક ધવનની માનવતા સામે આવી...!

जिनकी सेवा करके नर भव से तर जाता सब देवो का अंश समेटे है गौ माता આ કહેવતને સાર્થક કરતા અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન... શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે આજે...
શહેરના બોડકદેવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી વચ્ચે બોડકદેવના pi અભિષેક ધવનની માનવતા સામે આવી
जिनकी सेवा करके नर भव से तर जाता
सब देवो का अंश समेटे है गौ माता

આ કહેવતને સાર્થક કરતા અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન... શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે આજે AUDA અને AMC ટીમ પહોચી હતી.. તે સમયે ગેરકાયદેસર બાંધકામોમાં એક ગૌ શાળા બનાવવામાં આવી હતી... જેનું ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી.. તે સમયે લગભગ 2 દિવસ પહેલા જન્મેલું ગાયનું વાછરડું અને ગાય બંનેને AMC ના કર્મચારી દ્વારા બહાર લાવીને કોર્પોરેશનની ગાડીમાં મૂકવામાં આવ્યુ હતુ... તે સમયે બોડકદેવ પોલીસ સ્ટેશન PI અભિષેક ધવન દ્વારા તેને તત્કાલિક બહાર કાઢવા માટે આદેશ આપ્યા હતા...

Advertisement

કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ગાયના વાછરડાને બહાર કાઢતા ની સાથે જ અભિષેક ધવને તેને પોતાના હાથમાં લઈને જાતે મંદિરના પાછળના ભાગમાં એક ઝાડ નીચે મૂકવા ગયા હતા.. અને જ્યા તેને પાણી અને ચારો પણ આપ્યો હતો... સાથે હાજર રહેલા કર્મચારીઓને આદેશ પણ આપ્યો હતો કે આ નાનું વાછરડું અને ગાયને અહિયા જ રહેવાદો આવતા એક અઠવાડિયા પછી તેને તમે અહીયા થી લઈને જજો અને ત્યા સુધી દેખરેખ માટે પણ અભિષેક ધવને જરૂરી સૂચનો પણ આપ્યા હતા...

Advertisement

કોણ છે અભિષેક ધવન?

Advertisement

વર્ષ 2010માં અભિષેક ધવન ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોટ થયા અને ત્યારબાદ વર્ષ 2019 તેમને પોલીસ ઇન્સપેક્ટર તરીકેનું પ્રમોશન મળ્યુ હતુ અને હાલમાં તેઓ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે...

અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ

Tags :
Advertisement

.