Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhupendrasinh Chudasama: સલમાન ખાનને લઈને ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું ટ્વીટ

Bhupendrasinh Chudasama: સલમાન ખાન અંગે સૂચક ટ્વીટમાં કહ્યું કે, ‘આનું નામ જ સમય’. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં કહ્યું કે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે.
bhupendrasinh chudasama  સલમાન ખાનને લઈને ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું ટ્વીટ
  1. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચક ટ્વીટમાં કહ્યું કે, ‘આનું નામ જ સમય’
  2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં કહ્યું કે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે?
  3. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સલમાનને કાળા હરણનો શંકાસ્પદ અપરાધી ગણાવ્યો

સલમાન ખાનને લઈને અત્યારે અનેક ચર્ચાઓ થઈ રહીં છે. અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama)એ સલમાન ખાનને લઈને ટ્વીટ કર્યું છે. સલમાન ખાન અંગે સૂચક ટ્વીટમાં કહ્યું કે, ‘આનું નામ જ સમય’. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં કહ્યું કે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે.

Advertisement

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama)એ કહ્યું કે, ‘શંકાસ્પદ અપરાધીને પોલીસ 24 કલાક રક્ષણ આપે છે.’ હવે મહત્વની વાત એ છે કે, ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સલમાનને કાળા હરણનો શંકાસ્પદ અપરાધી ગણાવ્યો છે. અને અત્યારે સમય જ બળવાન છે તેમ જણાવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 'સમય જ બળવાન છે'

Advertisement

આ પણ વાંચો: 'જો 2 કરોડ નહીં ચૂકવાય, તો જાનથી મારી નાખીશું', સલમાનને ફરી મળી ધમકી

Advertisement

સલમાન ખાનના ફેન્સ પણ તેની ચિંતામાં જોવા મળ્યા છે

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહ્યો છે. અત્યારે સલમાન ખાનના ફેન્સ પણ તેની ચિંતામાં જોવા મળી રહ્યાં છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, બાબાની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. અવાર નવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના કારણે સલમાનના ફેન્સની ચિંતા વધી ગઈ છે.

Tags :
Advertisement

.