BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા
BY-ELECTION : રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે જ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી (BY-ELECTION) યોજાવાની છે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ કોને ટિકીટ આપવા જઇ રહી છે તેના સૌથી પહેલા સમાચાર ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યા છે. વાંચો આ અહેવાલ
પોરબંદર સીટ પર ભાજપ અર્જૂન મોઢવાડિયાને જ ટિકિટ આપશે
રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે જાનારી પાંચ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી અંગે મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. રાજ્યમાં વાઘોડીયા, પોરબંદર, માણાવદર,ખંભાત અને વિજાપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારી શકે છે તેના મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોરબંદર સીટ પર ભાજપ કોંગ્રેસ છોડીને આવેલા વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાને જ ટિકિટ આપશે તેવા સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પોરબંદરથી સરપ્રાઈઝ નામ જાહેર કરી શકે છે.
વિજાપુરમાં જાણો કોણ હશે
આ તરફ વિજાપુર બેઠકથી ભાજપ સી.જે.ચાવડાને જ મેદાનમાં ઉતારી શકે છે પણ વિજાપુરથી પણ કોંગ્રેસ કોઈ સરપ્રાઈઝ નામ જાહેર કરી શકે તેવું જાણવા મળે છે. ઉપરાંત માણાવદર બેઠકથી ભાજપ અરવિંદ લાડાણીને જ ઉતારી શકે છે જ્યારે માણાવદરથી કોંગ્રેસ પાલ આંબલિયા કે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.
વાઘોડીયામાં આ નામ
આ સાથે વાઘોડિયા બેઠક પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જ ભાજપ ટિકિટ આપે તેવુ નક્કી મનાઇ રહ્યું છે જ્યારે વાઘોડિયાથી કોંગ્રેસમાંથી કનુભાઈ ગોહિલ અને કિરણ રાઠોડના નામ ચર્ચાઇ રહ્યા છે.
ખંભાત બેઠકથી પણ ભાજપ ચિરાગ પટેલને જ ઉતારી શકે
ઉપરાંત ખંભાત બેઠકથી પણ ભાજપ ચિરાગ પટેલને જ ઉતારી શકે છે જ્યારે ખંભાતથી કોંગ્રેસ મહેન્દ્રસિંહ પરમાર કે નવીનસિંહ સોલંકીને ઉતારી શકે તેવી પણ સંભાવના છે. જો કે છેલ્લી ઘડીએ ચર્ચિત નામમાં ઉલટફેરની પણ સંભાવના છે.
આ પણ વાંચો----- Ranjan Bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ
આ પણ વાંચો---- Congress : મુમતાઝ પટેલ આ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા
આ પણ વાંચો---- Lok Sabha Election 2024 : કુતિયાણામાં મનસુખ માંડવિયાએ કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર