જેતપુરમાં નાનકડા ભૂલકાનો જન્મદિવસ ઉજવાયો અનોખી રીતે...
જેતપુર શહેરમાં આમ તો સેવાભાવી લોકોની કોઈ તંગી નથી. નિરાધારો -ગરીબોને મદદરૂપ થવા માટે હમેશા તત્પર રહેતા સેવાભાવી પરિવારો પણ જેતપુરમાં એટલા જ કાર્યરત છે. તહેવારો હોય કે પરિવારના નાના-મોટા પ્રસંગોના સમયે પોતાની ખુશી માત્ર પરિવાર સુધી સીમિતના રાખીને સમાજના ગરીબ અને નિરાધારો સાથે વહેંચીને આનંદ મેળવતા હોય છે. ત્યારે જેતપુરના એક પરિવારે આવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાà
જેતપુર શહેરમાં આમ તો સેવાભાવી લોકોની કોઈ તંગી નથી. નિરાધારો -ગરીબોને મદદરૂપ થવા માટે હમેશા તત્પર રહેતા સેવાભાવી પરિવારો પણ જેતપુરમાં એટલા જ કાર્યરત છે. તહેવારો હોય કે પરિવારના નાના-મોટા પ્રસંગોના સમયે પોતાની ખુશી માત્ર પરિવાર સુધી સીમિતના રાખીને સમાજના ગરીબ અને નિરાધારો સાથે વહેંચીને આનંદ મેળવતા હોય છે. ત્યારે જેતપુરના એક પરિવારે આવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં તેના ઘરમાં 2 વર્ષ પહેલા જન્મેલા માસુમ બાળકના આજે બીજો જન્મદિવસ નિમિતે પોતાના ઘરે પાર્ટી રાખીને શ્રીમંત વર્ગના બાળકોને ખુશ કરવાને બદલે આ જાડેજા પરિવારે જેતપુરના હરી ઓમ વૃદ્ધાશ્રમનાં નિરાધારો સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. પરિવાર તથા સમાજ દ્વારા તરછોડાયેલા આવા નિરાધારોના ચહેરા પર સ્મિત લાવીને ભુલકાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.
જેતપુર રહેવાસી વિશ્વરાજસિંહ મહિપતસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના કાર્યો સાથે જોડાયેલા છે. સાથે સાથે તેઓ સામાજિક જવાબદારીઓથી પણ સારી રીતે પરિચિત છે વિશ્વરાજસિંહ નાં પુત્રનો જન્મદિવસ હોવાથી પોતાના ઘરે જ પાર્ટી યોજીને શ્રીમંતોને આમંત્રિત કરીને લખલૂટ ખર્ચાઓ કરવા કરતા પરિવારે પુત્રનો જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે છતાં પણ યાદગાર રીતે ઉજવ્યો હતો.
વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,હરી ઓમ વૃદ્ધાશ્રમમાં દરેક પ્રસંગો તેમજ તહેવારોની ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે પુત્રનો બીજો જન્મદિવસ પણ ઠાઠમાઠને બદલે સાદગીથી ઉજવવાનું પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જયવર્ધનસિંહ નાં બીજા જન્મદિવસ ઉજવવા માટે પણ આ વિચાર આવ્યો જેમાં પરિવારે સંમતી આપતા આજે વૃદ્ધાશ્રમ ખાતે 100થી વધારે વડીલોને જમાડીને સાદગીપૂર્ણ છતાં સાર્થક ઉજવણી કરી હતી. ખોટા ખર્ચાઓ કરવાને બદલે કેક કાપી હતી અને ત્યારબાદ આ નિરાધારો સાથે ઉજવણી કરી હતી. તેમને પ્રેમથી જમાડીને સામાજિક ઋણ અદા કર્યું છે.
Advertisement