પ્રાથમિક શાળાના શિક્ષિકા હતાં Mr. India, વિદેશમાં રહેવાનો લઈ રહ્યાં હતાં પગાર
- ભાવનાબેન નામના શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં રહે છે
- શિક્ષિકા વિદેશમાં છે તો બાળકોને કોણ ભણાવી રહ્યું છે?
- બેન આઠ મહિનાથી નહીં પરંતુ આઠ વર્ષથી ગેરહાજર છે
Banaskantha: ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આખરે કોના ભરોસે ચાલી રહી છે. કારણે કે, અનેક એવા દાખલાઓ છે જ્યા બાળકોનું ભવિષ્ય રામ ભરોસે જોવા મળી રહ્યું છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠામાંથી પ્રકાશમાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, બનાસકાંઠામાં એક શાળા છે અને ત્યાં એક શિક્ષક છે જે Mr. India બનીને નોકરી કરી રહ્યો છે. વાસ્તવમાં વાત એવી છે કે, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકામાં પાન્છા પ્રાથમિક શાળા આવેલી છે. અહીં એક ફરજ બજાવતા એક શિક્ષિકા મેડમને વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે પરંતુ હજુ તેમની નોકરી શાળામાં કાર્યરત છે. આખરે આ કેવી સિસ્ટમ છે?
આ પણ વાંચો: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ
આટલી મોટી ભૂલ હોવા છતાં આખરે કેમ કોઈ કાર્યવાહી નહી?
વિગતે વાત કરવામાં આવે તો, ભાવનાબેન નામના શિક્ષિકા વર્ષોથી વિદેશમાં રહે છે. મહત્વની વાત એ છે કે, આટલા વર્ષોથી આ શિક્ષિકા બેનની પાન્છા પ્રાથમિક શાળામાં નોકરી ચાલુ છે. આટલી મોટી ભૂલ હોવા છતાં આખરે કેમ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા આઠ વર્ષથી ભાવનાબેન અમેરિકામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, શિક્ષિકા વિદેશમાં છે તો બાળકોને કોણ ભણાવી રહ્યું છે? શિક્ષક હાજર નથી તો પગાર કેમ જમા થાય છે? આખરે આઠ બાદ પણ કેમ નથી કરવામાં આવી કાર્યવાહી?
- બનાસકાંઠામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- દાંતા તાલુકામાં પાન્છા પ્રાથમિક શાળા ચાલતો હતો ઝોલ
- Mr. India બની નોકરી રહ્યા હતા શિક્ષિકા
- વિદેશમાં સ્થાયી તો પછી નોકરી શાળામાં કાર્યરત કઈ રીતે?#banaskantha #teacher #Gujarat #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 8, 2024
આ પણ વાંચો: કોંગ્રેસી કાર્યકર લાખોની ડુપ્લીકેટ નોટો સાથે ઝડપાયો, ગેનીબેન સાથેની તસ્વીરો વાયરલ
આગળના 7 વર્ષ અને ચાર મહિના શિક્ષણ વિભાગ શું કરતું હતું?
આ મામલે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારૂલબેનનું કહેવું એવું છે કે, આ બાબતે અમે બનાસકાંઠા (Banaskantha) જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં અરજી અને રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે તે એવું લાગી રહ્યું છે, શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં જ છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, ‘જે બેન 8 મહિનાથી ગેરહારજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરીને પગાર ચૂકવવામાં આવ્યો નથી.’ પરંતુ હકીકત એવી છે કે બેન આઠ મહિનાથી નહીં પરંતુ આઠ વર્ષથી ગેરહાજર છે, તો માત્ર આઠ મહિના પહેલા જ નોટિસ કેમ? આગળના 7 વર્ષ અને ચાર મહિના શિક્ષણ વિભાગ શું કરતું હતું?
આ પણ વાંચો: સ્કૂલવાનના ડ્રાઈવરે 5 વર્ષના બાળકને કચડ્યું, ઘટના સ્થળ પર જ થયું મોત
શિક્ષક તો વિદેશમાં રહેવાનો પગાર લઈ રહ્યા છે!
અત્યારે આવા અનેક સવાલો થઈ રહ્યા છે. આખરે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ શકે? બાળકોને તેમના માતા પિતા ભણવા માટે મોકલતા હોય છે, પરંતુ શાળાના શિક્ષક તો વિદેશમાં રહેવાનો પગાર લઈ રહ્યા છે. આખરે બાળકો કોના ભરોસે ભણી રહ્યા હતા? જો અત્યારે વિગતો સામે ના આવી હોત તો હજુ પણ આ છબરડો યથાવત જ રહ્યો હોત એવા વાત પણ સાચી છે? જો હવે તો બધાને જાણ થઈ છે, જોવાનું એ છે કે, આખરે હવે શિક્ષણ વિભાગ કેવી કાર્યવાહી કરે છે?