Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BASTAR REVIEW : નક્સલવાદી અને કમ્યૂનિસ્ટ વિચારધારાના હિંસક પાસાઓની પોલ ખોલતી ફિલ્મ

Bastar: The Naxal Story  Directed By : સુદીપ્તો સેન Written By : અમરનાથ ઝા, સુદીપ્તો સેન, વિપુલ અમૃતલાલ શાહ Produced By : વિપુલ અમૃતલાલ શાહ Cast : અદા શર્મા, ઇન્દિરા તિવારી, શિલ્પા શુક્લા, યશપાયલ શર્મા, પૃષ્ઠભૂમિ ( Background  )  કેરળમાં...
bastar review   નક્સલવાદી અને કમ્યૂનિસ્ટ વિચારધારાના હિંસક પાસાઓની પોલ ખોલતી ફિલ્મ

Bastar: The Naxal Story 

Advertisement

Directed By : સુદીપ્તો સેન
Written By : અમરનાથ ઝા, સુદીપ્તો સેન, વિપુલ અમૃતલાલ શાહ
Produced By : વિપુલ અમૃતલાલ શાહ
Cast : અદા શર્મા, ઇન્દિરા તિવારી, શિલ્પા શુક્લા, યશપાયલ શર્મા,

પૃષ્ઠભૂમિ ( Background  ) 

કેરળમાં ચાલતા હિન્દુ છોકરીના ધર્માંતરણ ઉપર 2023 માં એક ફિલ્મ આવી હતી - "કેરલા સ્ટોરીસ" , આ ફિલ્મ જે ફક્ત 30 કરોડના સામાન્ય બજેટમાં બની હતી, તેને બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવતા 230 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયા હતા અને ISIS અને  ધર્માંતરણ ગંદી વિચારધારાને ખુલ્લી કરતી આ ફિલ્મે લોકો ઉપર તેની ઊંડી છાપ છોડી હતી. હવે આ ફિલ્મના મેકર્સ અલગ પણ ખૂબ જ જરૂરી વિષય ઉપર ફિલ્મ લઈને આવ્યા છે ' બસ્તર ' .

Advertisement

વાર્તા ( Story ) 

'બસ્તર' ફિલ્મ માઓવાદીઓ, કમ્યૂનિસ્ટ વિચારધારા અને તેમના દ્વારા લોકો ઉપર કરાતાં હિંસક વલણ વિશે વાત કરે છે. આ ફિલ્મનો વિષય પણ કેરાલા સ્ટોરીસની જેમ જ ઘણો વિવાદાસ્પદ છે.  મહત્વની વાત તો એ છે કે, આ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં "કેરલા સ્ટોરીસ" માં કામ કરી ચૂકેલ અદા શર્મા જ છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં માઓવાદીઓના ત્રાસ અને ભારતીય આર્મી સાથે તેમના સંઘર્ષ વિશે આ ફિલ્મ વાત કરે છે. જ્યાં નક્સલવાદીઓ ત્રિરંગો ફરકાવવા માટે એક વ્યક્તિની હત્યા કરે છે અને નક્સલવાદીઓ તેમના પુત્રને પણ તેમની સાથે લઈ જાય છે. આખરે નીરજા માધવન ( અદા શર્મા ) કેવી રીતે આ ક્રૂર પરિસ્થિતિમાં સંઘર્ષ અને લડાઈ કરી પોતાની ફરજ બજાવે છે. ફિલ્મની વાર્તા તેની આસપાસ ફરે છે.

Advertisement

ફિલ્મ સમીક્ષા ( Verdict )

Stars png images | PNGWing STARS 

'બસ્તર' ફિલ્મના સૌથી મજબૂત પાસા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ફિલ્મમાં જે હિંસા બતાવવામાં આવી છે તે ખૂબ જ લોહિયાળ અને વિચલિત કરનારી છે. નિર્દેશક આ હિસા દ્વરા વિસ્તારમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવતા જુલમ સામે આપણને ઘૃણા થાય તેવો પ્રત્યન કરતા હોય તેવું લાગે અને ઘણા અંશ સુધી તે સફળ પણ થાય છે. કેટલાક ખૂબ જ વિચલિત કરનાર દ્રશ્યો જોયા બાદ માઓવાદીથી અને તેમની સરકાર વિરોધી વિચારધારાથી તમે નફરત કરશો.

POSITIVES : 

ફિલ્મમાં અન્ય કોઈ ખાસ વાત હોય તો તે છે ફિલ્મના કલાકારોની એક્ટિંગ. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તો અદા શર્મા છે, જે ખૂબ જ કોનફિડેન્ટ દેખાય છે. કેટલાક સંવાદોમાં તેનો એક પોલીસ ઓફિસરનો રુઆબ ખૂબ જ દમદાર દેખાય છે. ( જેની જરૂર પણ હતી ) પરંતુ ફિલ્મનો આત્મા તો અન્ય સપોર્ટિંગ કલાકારો છે - જેમની એક્ટિંગ ખૂબ જ નેચરલ તરી આવે છે. બસ્તરના લોકલ લોકોનું પાત્ર ભજવતા કલાકારો તમને મહસૂસ કરાવે છે  કે તે કેટલા મજબૂર છે અને પોલીસ અને માઓવાદી વચ્ચે સોપારીની જેમ પિસાય છે. માઓવાદી હિંસાખોરનું પાત્ર ભજવતા કલાકારો પણ તેમનો સંપૂર્ણ પ્રયાસ કરે છે કે ફિલ્મ જોનાર દરેક તેમને નફરત કરે, અને થાય છે પણ એવું અને જ્યાં કમી રહી જાય ત્યાં ફિલ્મની હિંસા તે પૂરી કરી દે છે.

NEGATIVES : 

ફિલ્મમાં ઘણા નકારાત્મક પાસઓ પણ છે. ફિલ્મ તમને કદાચ બોર નથી કરતી, પરંતુ ફિલ્મનો વિષય જેટલો ગંભીર છે, ફિલ્મ તેટલી ગંભીરતાનો અનુભવ તમને કરાવતી નથી. ઘણી કાલ્પનિક વાર્તાઓ ઉપર બનેલ ફિલ્મ પણ તમને ડગાઈ દે છે, પરંતુ આ ફિલ્મ સાચી ઘટનાઓ ઉપર આધારિત હોવા છત્તા ફિલ્મની અસર આપણા માનસ ઉપર એટલી થતી નથી. ફિલ્મની લોહિયાળ હિંસા જ તમારું ધ્યાન ફિલ્મમાં પરોવે છે, પરંતુ ફિલ્મની વાર્તા જે સત્ય ઘટનાની આસપાસ દર્શાવવામાં આવી છે તે એટલી મજબૂત નથી. ફિલ્મમાં માઓવાદ અને કોમમુનિસમ વિશે પણ ઊંડી સમજ આપવામાં આવી નથી જ્યારે સંપૂર્ણ ફિલ્મ જ એ વિષય વિશે વાત કરે છે.

અન્ય નકારાત્મક પાસુ ફિલ્મનો ક્લાઇમૈક્સ છે. ફિલ્મનો અંત જોતા જોતામાં થઈ જાય છે અને તમને ખબર પણ નથી પડતી. હા અદા શર્માનો નેતા સામેનો મોનોલૉગ ચોક્કસપણે ખૂબ જ સરસ છે, પરંતુ ફિલ્મ તેની વાર્તાના આધારે તેના ક્લાઇમૈક્સ સાથે ન્યાય કરતી નથી. ફિલ્મમાં બતાવેલા ફૅક્ટસ કેટલા સાચા અને કેટલા ખોટા તે પણ ચર્ચાનો વિષય છે. વધુમાં ફિલ્મનું સંગીત અને બેગ્રાઉન્ડ મ્યુજિક પણ ખૂબ જ સામાન્ય છે.

ટૂંકમાં ફિલ્મ તેની લોહિયાળ હિંસા, વિવાદાસ્પદ વિષય અને કલાકારોના એક્ટિંગ  ઉપર નભે છે, પરંતુ ફિલ્મના અન્ય નબળા પાસા ફિલ્મની ઊંડી છાપ છોડવામાં અસફળ નીવડે છે. આ ફિલ્મ એક વાર ચોક્કસ જોવાય જેથી આપણને ભારતની આ સમસ્યા વિશે પણ ખ્યાલ આવે.

અહેવાલ : હર્ષ ભટ્ટ 

આ પણ વાંચો : Amitabh Bachchan Health : બોલિવુડ શહેનશાહની તબિયત લથડતાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ! વાંચો વિગત

Tags :
Advertisement

.