Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata માં બાંગ્લાદેશના સાંસદની હત્યા, 12 મેના રોજ સારવાર માટે આવ્યા હતા ભારત...

પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બાંગ્લાદેશી સાંસદની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશી સાંસદની ઓળખ અનવારુલ અઝીમ તરીકે થઈ છે. શું છે સમગ્ર મામલો? બાંગ્લાદેશના સાંસદની કોલકાતા (Kolkata)ના ન્યુ ટાઉન વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગના...
kolkata માં બાંગ્લાદેશના સાંસદની હત્યા  12 મેના રોજ સારવાર માટે આવ્યા હતા ભારત
Advertisement

પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બાંગ્લાદેશી સાંસદની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશી સાંસદની ઓળખ અનવારુલ અઝીમ તરીકે થઈ છે.

શું છે સમગ્ર મામલો?

બાંગ્લાદેશના સાંસદની કોલકાતા (Kolkata)ના ન્યુ ટાઉન વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગના ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી. આ ફ્લેટમાં લોહીના ઘણા ડાઘા પણ મળી આવ્યા હતા. જો કે હજુ સુધી લાશ મળી શકી નથી. પોલીસ મૃતદેહની શોધખોળમાં વ્યસ્ત છે. આ મામલામાં બાંગ્લાદેશમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બે લોકોએ હત્યા કરી બાંગ્લાદેશ ભાગી ગયા હોવાની આશંકા છે. જો કે, આ ઘટના અંગે હજુ સુધી વિગતવાર માહિતી બહાર આવી નથી.

Advertisement

Advertisement

બાંગ્લાદેશના ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે...

આ મામલે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી, 'ભારતીય પોલીસે આજે સવારે બાંગ્લાદેશ પોલીસને જાણ કરી હતી કે સાંસદ અનવારુલ અઝીમની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંસદ અનવારુલ અઝીમ 12 મેના રોજ સારવાર માટે ભારત આવ્યા હતા પરંતુ બે દિવસ બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. બાંગ્લાદેશ સરકારે પણ તેના સાંસદને શોધવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી હતી. 19 મી મેના રોજ મુઝફ્ફરપુર બાદ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. PMO આની શોધમાં બાંગ્લાદેશ સરકાર અને ભારતીય એજન્સીઓના સંપર્કમાં હતું. આ કેસમાં બંગાળના સોનાના દાણચોરો અને ગુંડાઓની ભૂમિકા હોવાની શંકા છે.

આ પણ વાંચો : Jharkhand : Hemant Soren ને ‘સુપ્રીમ ઝટકો’, SC એ જામીન આપવાનો કર્યો ઇનકાર…

આ પણ વાંચો : Andhra Pradesh : MLA ની ગુંડાગીરી, મતદાન દરમિયાન તોડ્યું EVM… Video Viral

આ પણ વાંચો : NAFED : બે મોટી સહકારી સંસ્થામાં સત્તાનું સુકાન ગુજરાતીના હાથમાં..!

Tags :
Advertisement

.

×