બાબુભૈયા બંગાળીઓ પર ટિપ્પણી આપીને ભરાયા, આખરે માંગવી પડી માફી, તો પણ...
અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલ (Paresh Raval) ગુજરાતમાં એક રેલીમાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. નિવેદન બદલ માફી માંગ્યા બાદ પણ અભિનેતાની મુશ્કેલીઓ વધી રહી છે. ઓહ માય ગોડ અભિનેતાને કોલકાતા પોલીસે તેના 'બંગાળીઓ માટે માછલીઓ પકાઓ' નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે. આ મામલે પરેશ રાવલને 12 ડિસેમ્બરે તલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.અભિનેતા વિરà«
અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલ (Paresh Raval) ગુજરાતમાં એક રેલીમાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. નિવેદન બદલ માફી માંગ્યા બાદ પણ અભિનેતાની મુશ્કેલીઓ વધી રહી છે. ઓહ માય ગોડ અભિનેતાને કોલકાતા પોલીસે તેના 'બંગાળીઓ માટે માછલીઓ પકાઓ' નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે. આ મામલે પરેશ રાવલને 12 ડિસેમ્બરે તલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
અભિનેતા વિરુદ્ધ FIR
બોલિવૂડ એક્ટર અને BJP નેતા પરેશ રાવલ મુશ્કેલીમાં છે. તાજેતરમાં, અભિનેતાએ બંગાળીઓ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેની મુશ્કેલી વધી રહી છે. અહેવાલો અનુસાર, લેફ્ટના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. નેતાએ અભિનેતા પર ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઇએ કે, અભિનેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત, પોલીસે પરેશ રાવલને પૂછપરછ માટે 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસે અભિનેતા પર CrPCની કલમ 41A હેઠળ નોટીસ મોકલી છે.
Advertisement
પરેશ રાવલ માંગી માફી
જણાવી દઈએ કે, આ નિવેદન બાદ પરેશ રાવલે સોશિયલ મીડિયા પર વિરોધ જોઈને શુક્રવારે માફી પણ માંગી હતી. તેમણે ટ્વિટર પર એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, બંગાળીનો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ છે, તેમણે આગળ કહ્યું, તેમ છતા પણ જો તમારી લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું, જોકે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.
શું કહ્યું હતું પરેશ રાવલે?
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સાંસદ રાવલે ગુજરાતમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “LPG સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઘટશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીમાં રહે છે તેમ તમારી આસપાસ રહેવા લાગે તો? તમે LPG સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો?" જોકે, સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ પરેશ રાવલે તેમની ટિપ્પણી બદલ માફી માંગી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.