ODI WORLD CUP માટે Australia ટીમની જાહેરાત, પેટ કમિન્સને સોંપાઈ કમાન
ભારતમાં શરૂ થવામાં ODI વર્લ્ડ કપને એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેગા ઈવેન્ટ માટે તેના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. તેની પાસે હજુ પણ 27 સપ્ટેમ્બર સુધી આ ટીમમાં ફેરફાર કરવાની તક રહેશે. ગયા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને હવે તેમાંથી 3 ખેલાડીઓને બાકાત કરીને મુખ્ય ટીમ જાહેર કરવામાં આવી છે
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
— Cricket Australia (@CricketAus) September 6, 2023
ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ આ રહી
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.
બોલિંગ આક્રમણ કેવું છે?
ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણનું નેતૃત્વ સુકાની પેટ કમિન્સ કરશે. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, સીન એબોટ કમિન્સનું સમર્થન કરતા જોવા મળશે. તે જ સમયે, સ્પિન વિભાગની જવાબદારી એડમ ઝમ્પા, એશ્ટન અગરના ખભા પર રહેશે. સ્ટાર્કનું પ્રદર્શન દરેક વર્લ્ડ કપમાં સર્વોચ્ચ રહ્યું છે અને આ વખતે પણ ટીમને તેના પ્રીમિયર ફાસ્ટ બોલર પાસેથી આવા જ પ્રદર્શનની આશા હશે.
ભારત સાથે પ્રથમ મુકાબલો
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની ભારત સાથે પ્રથમ ટક્કર 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં થશે. વર્લ્ડકપની શરૂઆત પહેલા કાંગારૂ ટીમ ભારત સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે, બીજી મેચ 24 સપ્ટેમ્બરે અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.
આ પણ વાંચો -ASIA CUP 2023 : એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન કેવી રીતે ટકરાશે? જાણો સમીકરણ