Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Auraiya Crime News: માતૃત્વ લજવાયું! સગી માતાએ 2 બાળકોને નદીમાં ફેંકી મારી નાખ્યા

Auraiya Crime News: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માએ તેના 3 માસૂમ બાળકોને મારી નાખ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતા, પોલીસે માની ધરપકડ કરી છે. તો પોલીસ તપાસમાં...
auraiya crime news  માતૃત્વ લજવાયું  સગી માતાએ 2 બાળકોને નદીમાં ફેંકી મારી નાખ્યા
Advertisement

Auraiya Crime News: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માએ તેના 3 માસૂમ બાળકોને મારી નાખ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતા, પોલીસે માની ધરપકડ કરી છે. તો પોલીસ તપાસમાં એવુ સામે આવ્યું છે કે, આ મહિલાની તેના ઘરના સાથે મતભેદો થયા હતાં. તો પોલીસે આ મામલે આગળ તપાસ પણ શરુ કરી છે.

  • 3 બાળકો પૈકી એક બાળક બચીને બહાર આવી ગયું

  • મહિલા તેના દેવર સાથે કેટલાક વર્ષોથી રહેતી હતી

  • મહિલાનો પતિ 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો

તો ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં આવેલા ફફૂંદ વિસ્તારમાં આવેલી નદી કિનારે આ સંપૂર્ણ ઘટના બની હતી. ત્યારે સવારના સમયે આ નદી કિનારે એક મહિલાના તેના 3 બાળકો સાથે આવી હતી. તો મહિલાએ બાળકોને નદીમાં ન્હાવાને બહાને ઊંડા પાણીમાં ઉતાર્યા હતાં. તો આ ઊંડા પાણીમાં બાળકોનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. તો ત્યારે 3 બાળકો પૈકી એક બાળક બચીને બહાર આવી ગયું હતું. પરંતુ 2 બાળકો ઊંડા પાણીમાં શ્વાસ રુંધાવાથી મૃત્યુ પામ્યા હતાં.

Advertisement

મહિલા તેના દેવર સાથે કેટલાક વર્ષોથી રહેતી હતી

Advertisement

તો સમગ્ર ઘટના સ્થાનિકોને નજરે આવતા, તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટાનાસ્થળ આવીને 2 બાળકોનો મૃતદેહ પાણીમાંથી નીકાળીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં. તે ઉપરાંત પોલીસે મહિલાની પણ ઘટનાસ્થળ પરથી ધરપકડ કરી હતી. ત્યારે માલૂમ પડ્યું કે મહિલાનો પારિવારિક ઝઘડો થયો હતો. તેના કારણે ગુ્સ્સામાં તેનાથી આ પગલું ભરાયું હતું. જોકે આ મહિલા તેના દેવર સાથે કેટલાક વર્ષોથી રહેતી હતી.

મહિલાનો પતિ 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો

આજરોજ મહિલાનો તેના દેવર સાથે ઝઘડો થયો હતો. ત્યારે મહિલા તેના દેવરને કહીંને ઘરેથી નીકળી હતી કે, તે તેના બાળકો સાથે મરવા જાય છે. પરંતુ દેવરે તેની વાતને નજરઅંદાજ કરી હતી. ત્યારે આ હ્રદયદ્રાવક ઘટનાનું નિર્માણ થયું હતું. તો આ મહિલાનો પતિ 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો. અને ત્યારથી મહિલા તેના દેવર સાથે રહેતી હતી.

આ પણ વાંચો: જો તમારે નોકરી જોઇએ તો કરો મારો સંપર્ક, જાણો કયા નેતાએ આવું કહ્યું

Tags :
Advertisement

.

×