Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખરીફ ઋતુમાં નુકસાનમાં અસરગ્રસ્ત ખેડુતોને ચુકવાઈ આટલા કરોડની સહાય

રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાક નુકશાનના અહેવાલ મળ્યા હતાં. જે સદંર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપ થવા કૃષિ રાહત પેકેજ-2022 જાહેર કર્યું હતુ. જે અંતર્ગત ખરીફ ઋતુમાં રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી છે.ઓનલાઈન અરજી મળી હતીકૃષિ રાહત પેકે
ખરીફ ઋતુમાં નુકસાનમાં અસરગ્રસ્ત ખેડુતોને ચુકવાઈ આટલા કરોડની સહાય
રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાક નુકશાનના અહેવાલ મળ્યા હતાં. જે સદંર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપ થવા કૃષિ રાહત પેકેજ-2022 જાહેર કર્યું હતુ. જે અંતર્ગત ખરીફ ઋતુમાં રાજ્યના 16 જિલ્લાઓમાં ભારે વરસાદમાં પાક નુકસાનમાં અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુના રકમની સહાય ચૂકવવામાં આવી છે.
ઓનલાઈન અરજી મળી હતી
કૃષિ રાહત પેકેજ-2022માં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ ,સુરત, તાપી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, જુનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 52 તાલુકાઓના કુલ અસરગ્રસ્ત 2623 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેકેજમાં કુલ 1,38,547 અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મળી હતી. જે પૈકી કુલ 1,34,918 અરજીઓ મંજૂર કરવામાં આવી છે જેમા કુલ 1,07,497 ખેડૂતોને રૂ. 113.79 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવી છે. જ્યારે પાત્રતા ધરાવતા બાકી અરજીઓના ચૂકવણાની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે
સહાયની જોગવાઈ
અસરગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડુત કે જેના પાકને 33% અને તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના પાકોમાં રૂ.6800/- પ્રતિ હેક્ટર લેખે બે (2) હેક્ટરની મર્યાદામાં સહાય માટેની જોગવાઇ કરવામાં આવી છે.જ્યારે કેળ પાક માટે SDRF માંથી રૂ 13,500+ STATE બજેટમાંથી રૂ 16,500 એમ કુલ રૂ 30,000/- પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.