Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assembly By Polls Result 2024: અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ભાજપની હાર? જુઓ પેટા ચૂંટણીના પરિણામ

Assembly By Polls Result 2024: દેશની 13 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં (Assembly By Polls) NDAને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસને ઉત્તરાખંડમાં પેટા ચૂંટણીમાં (Assembly By Polls) બંને બેઠકો...
assembly by polls result 2024  અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ભાજપની હાર  જુઓ પેટા ચૂંટણીના પરિણામ

Assembly By Polls Result 2024: દેશની 13 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં (Assembly By Polls) NDAને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસને ઉત્તરાખંડમાં પેટા ચૂંટણીમાં (Assembly By Polls) બંને બેઠકો ઉપર જીત મળી છે. કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ નિઝામુદ્દીન મંગરોળમાં 400 મતોની પાતળી સરસાઈથી જીત્યા. કોંગ્રેસે બદ્રીનાથમાં પણ જીત મેળવી હતી, જ્યાં લખપત સિંહ બુટોલાએ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારીને 5000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો, અહી ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 બેઠકો ઉપર કોંગ્રેસને જીત મળી છે અને 1 બેઠક ઉપર BJP એ બાજી મારી છે. કોંગ્રેસના ઉમેદવાર અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરે દહેરામાં 9,000થી વધુ મતોથી જીત મેળવી છે. જ્યારે હમીરપુર વિધાનસભા બેઠક પર ભાજપના આશિષ શર્માએ કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પુષ્પિન્દર વર્માને હરાવ્યા છે. ત્રીજી બેઠક નાલાગઢમાં કોંગ્રેસના બરદીપ બાબાને જીત મળી છે.

Advertisement

રાજ્યબેઠકનું નામવિજેતા ઉમેદવારપક્ષ
બિહારરૂપૌલીશંકરસિંહઅપક્ષ
પશ્ચિમ બંગાળરાયગંજકૃષ્ણા કલ્યાણીTMC
પશ્ચિમ બંગાળરાણાઘાટદક્ષિણ ક્રાઉન જેમTMC
પશ્ચિમ બંગાળબગડામધુપર્ણા ઠાકુરTMC
પશ્ચિમ બંગાળમાનિકલતાસુપતિ પાંડેTMC
તમિલનાડુવિક્રવંડીઅન્નીયુર શિવDMK
મધ્યપ્રદેશઅમરવાડાકમલેશ શાહભાજપ
ઉત્તરાખંડબદ્રીનાથલખપત સિંહ બુટોલાકોંગ્રેસ
ઉત્તરાખંડમેંગ્લોરકાઝી નિઝામુદ્દીનકોંગ્રેસ
પંજાબજલંધર પશ્ચિમ મોહિન્દર ભગત
આમ આદમી પાર્ટી
હિમાચલ પ્રદેશદેહરાકમલેશ ઠાકુરકોંગ્રેસ
હિમાચલ પ્રદેશહમીરપુરઆશિષ શર્માભાજપ
હિમાચલ પ્રદેશનાલાગઢબરદીપ બાબાકોંગ્રેસ

અયોધ્યા બાદ હવે બદ્રીનાથ પણ થયું ભાજપથી દૂર

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ અયોધ્યા ( ફૈઝાબાદ લોકસભા બેઠક ) માં ભાજપની હાર થઈ હતી. ભાજપની અયોધ્યામાં જ હાર બાદ તે બાબત લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે અયોધ્યા બાદ ભાજપને બદ્રીનાથ પણ ગુમાવવું પડ્યું છે. પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં બદ્રીનાથ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલા નો આ બેઠક ઉપરથી વિજય થયો છે.  ઉત્તરાખંડની બદ્રીનાથ વિધાનસભા સીટ પરથી તેમની જીત પર કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલાએ કહ્યું, 'હું બદ્રીનાથના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ન્યાયની આ લડાઈમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મને સાથ આપનાર તમામ લોકોને શ્રેય જાય છે.

Advertisement

પશ્ચિમ બંગાળમાં બધી જ 4 બેઠકો ઉપર TMC ની જીત

પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો, ત્યાં ભાજપને સૌથી મોટું નુકશાન થયું છે. WEST BENGAL માં કુલ ચાર બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં બધી જ 4 બેઠકો ઉપર TMC ને જીત મળી છે. બિહારમાં માત્ર એક બેઠક ઉપર જ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર શંકરસિંહે બીજેપીના કલાધાર મંડળ અને આરજેડીના બીમા ભારતી પારને હરાવ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં બીમા ભારતીએ પૂર્ણિયાથી પપ્પુ યાદવ સામે ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં, આ સતત બીજી વખત છે જ્યારે બીમા ભારતીને અપક્ષ ઉમેદવારથી હાર મળી છે.

Advertisement

પંજાબમાં જલંધર પશ્ચિમમાં આમ આદમી પાર્ટીને મળી જીત

પેટાચૂંટણીની મતગણતરી શરૂ થતાં જ મધ્યપ્રદેશમાં ભાજપે એકમાત્ર બેઠક જીતી છે. કમલેશ શાહ અમરવાડા બેઠક પરથી જીત્યા છે. પંજાબની વાત કરવામાં આવે તો ત્યાં એકમાત્ર  જલંધર પશ્ચિમમાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર  મોહિન્દર ભગત ને જીત મળી છે.

આ પણ વાંચો : FACEBOOK ના પ્રેમનો આવ્યો લોહિયાળ અંત! બોયફ્રેંડની લાશના સગીરાએ કર્યા 17 કટકા

Tags :
Advertisement

.