Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assam rape case: આસામમાં સગીરા સાથે હૈવાનિયત! સ્થાનિક લોકો રસ્તા પર ઉતાર્યા

આસામમાં 14 વર્ષની બાળકી પર ગેંગ રેપ મામલો બાળકી બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે મળી સ્થાનિક લોકો રોષ ફાટી  નીકળતા  રસ્તાર ઉતરી આવ્યા  Assam rape case: આસામ(Assam)ના નાગાંવ(Nagoan)જિલ્લામાં 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનાને લઈને લોકોમાં...
assam rape case  આસામમાં સગીરા સાથે હૈવાનિયત  સ્થાનિક લોકો રસ્તા પર ઉતાર્યા
  1. આસામમાં 14 વર્ષની બાળકી પર ગેંગ રેપ મામલો
  2. બાળકી બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે મળી
  3. સ્થાનિક લોકો રોષ ફાટી  નીકળતા  રસ્તાર ઉતરી આવ્યા 

Assam rape case: આસામ(Assam)ના નાગાંવ(Nagoan)જિલ્લામાં 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સગીર ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થી સંઘે બંધનું એલાન આપ્યું છે.

Advertisement

બાળકી ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત  ફરતા બની ઘટના

આસામમાં સગીર બાળકી સાથે ગેંગરેપ(Assam rape case)ની ઘટના સામે આવી છે. આરોપ છે કે બાળકી ગુરુવારે સાંજે ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આસામના નાગાંવ જિલ્લામાં બની હતી. સગીરા પર થયેલા ગેંગરેપને લઈને લોકોમાં ગુસ્સો છે. જેને લઈને સ્થાનિક લોકો વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને રહીશોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના બંધની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોલકાતામાં એક ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર દેશમાં ગુસ્સો છે. તે જ સમયે, થોડા દિવસો પહેલા બદલાપુરની એક શાળામાં માસૂમ બાળકો સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -India-Ukraine: માનવતાવાદી સહાયથી લઈને મેડિસિન સુધી…ભારત-યુક્રેન વચ્ચે આ 4 કરારને મંજૂર

બાળકી બેભાન અવસ્થામાં રસ્તાના પર મળી

પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ આ 14 વર્ષની બાળકી અર્ધ નગ્ન અને બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે મળી હતી. આ મામલો ગુરુવારે સાંજે સાત વાગ્યાનો છે. આ પછી પોલીસ બાળકીને સારવાર અને મેડિકલ તપાસ માટે નાગાંવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગઈ. નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ પત્રકારોને જણાવ્યું કે મહિલા પોલીસ અધિકારી દ્વારા યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. યુવતીના કહેવા પ્રમાણે, ત્રણ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા છે અને કેસ પર કામ કરી રહ્યા છીએ.

Advertisement

આ પણ  વાંચો -શરદ પવારે પોતાને મળેલી Z+ સુરક્ષા પર કેમ ઉઠાવ્યો વાંધો?

સીએમએ ઘટના અંગે કહ્યું ‘ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં

આ ઘટના અંગે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે કાયદો એવા ગુનેગારોને છોડશે નહીં જેઓ સગીર બાળકી સાથે જઘન્ય અપરાધ કરવાની હિંમત કરે છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો. તેમણે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી.તેમણે લખ્યું ધિંગમાં એક સગીર સાથે જે ઘટના બની તે માનવતા વિરુદ્ધ ગુનો છે. આનાથી આપણી સામૂહિક વિવેક હચમચી ગઈ છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમએ કહ્યું કે આસામના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને આરોપીઓ સામે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.